ભારતનો આતંકવાદ વિરોધનો અવાજ UNમાં ગુંજ્યો, આતંકવાદના સફાયા માટે અનેક દેશોનું ભારતને સમર્થન
આર્થિક રીતે કંગાળ થઈ ગયેલુ પાકિસ્તાન કુખ્યાત આતંકવાદીઓ અને ખુંખાર ગુનેગારો માટે સ્વર્ગ સમાન રહ્યું છે. ભારત સહિત દુનિયાના અનેક દેશો આતંકવાદનો સામનો કરી રહ્યાં છે, જ્યારે પાકિસ્તાનમાં સરકાર અને આર્મી દુનિયાના કુખ્યાત આતંકવાદીઓને આશરો આપીને દુનિયાભારની સુરક્ષા એજન્સીઓથી બચાવતું આવ્યું છે. એટલું જ નહીં ચીન પણ પાકિસ્તાનને આડકરતી રીતે સમર્થન આપતું રહ્યું છે. હાલ કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિતના કુખ્યાત આતંકવાદીઓને પાકિસ્તાન સરકાર સુરક્ષા આપતું આવ્યું છે. જો કે, ભારત સરકારે આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે અને જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાંથી આતંકવાદીઓનો સફાયો કરવા માટે સુરક્ષા એજન્સીઓ કામ કરી રહ્યું છે. એટલું જ નહીં આતંકવાદીઓના હમદદ તરીકેનો પાકિસ્તાનનો અસલી ચહેરો ભારતે દુનિયાને બતાવ્યો છે.
બીજી તરફ પાકિસ્તાન પણ પોતે પાકિસ્તાન પીડિત હોવાનો લુલો બચાવ કરતું આવ્યું છે, તેમજ દાઉદ સહિતના કુખ્યાત આતંકવાદીઓ પોતાની ઘરતી ઉપર નહીં દાવો કરતું આવ્યું છે. જો કે, અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનની ધરતી ઉપર જ કુખ્યાત આતંકવાદી ઓસામાબિન લાદેનને ઠાર માર્યો હતો. એટલું જ નહીં 26/11 મુંબઈ હુમલા કેસમાં ઝડપાયેલો આતંકવાદી કસાબ પાકિસ્તાનનો નાગરિક હોવાના પુરાવા દુનિયા સમક્ષ ભારતે રજૂ કર્યાં હતા. એટલું જ નહીં યુએન સહિત વિવિધ મંચ ઉપર ભારતે આતંકવાદનો મુદ્દો ઉઠાવીને દુનિયાના તમામ દેશોએ સાથે મળીને આતંકવાદ સામે લડવા હાંકલ કરતું આવ્યું છે. બીજી તરફ યુએન સહિતના મંચ ઉપર પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા કુખ્યાત આતંકવાદીઓને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની ભારતે અનેક વખત રજુઆત કરી હતી. જો કે, ચીન તેના પાવરનો ઉપયોગ કરીને પાકિસ્તાનનું હમદર્દ બનીને તેને બચાવતું આવ્યું છે. પરંતુ હવે અમેરિકા સહિતના દુનિયાના વિવિધ દેશો પાકિસ્તાનની અસલીયત જાણી ચુક્યાં છે, એટલું જ નહીં હવે આતંકવાદના મુદ્દે ભારત સાથે મળીને લડવા આગળ આવી રહ્યાં છે. ભારતને મોટી સફળતા મળી હોય લાગી રહ્યું છે. ભારત અને અમેરિકાના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ વૈશ્વિક આતંકવાદી જાહેર કરીને કેટલાક પ્રતિબંધ પણ લાદ્યાં છે. હવે પાકિસ્તાનમાં રહીને આતંક ફેલાવતા આતંકવાદીઓના આકાઓ સામે આગામી દિવસોમાં હજુ આકરી કાર્યવાહી થાય તેવી કવાયત ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.