Site icon Revoi.in

11 સેકન્ડમાં 100 મીટર દોડે છે MPનો રામેશ્વર, ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યુ- તેને મારી પાસે લાવો

Social Share

નવી દિલ્હી: જો 100 મીટરની દોડ લગાવતા રનરની વાત કરવામાં આવે, તો તમારા દિમાગીમાં યુસેન બોલ્ટનું નામ જ આવશે. ઓછામાં ઓછું ભારતા કોઈ દોડવીરનું નામ તમારા દિમાગમાં એકદમ આવશે નહીં. પરંતુ થોભો, ભારતમાં પણ બોલ્ટ છે અને આ સોશયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના શિવપુરીના યુવાન એથ્લીટ રામેશ્વર 100 મીટરની દોડ 11 સેકન્ડમાં પુરી કરે છે અને આ વીડિયો વાઈરલ થયો છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાને જ્યારે આ વીડિયોને શેયર કર્યો, ત્યારે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂએ આ દોડવીરને પોતાની પાસે મોકલવાનો આગ્રહ પણ કર્યો છે.

શિવરાજસિંહે યુવાન દોડવીર રામેશ્વરના એક વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેયર કરતા લખ્યું છે કે ભારત આવી વ્યક્તિગત પ્રતિભાઓનું ધની છે. જો તેમને યોગ્ય અવસર અને યોગ્ય પ્લેટફોર્મ મળે તો આ લોકો નિશ્ચિતપણે નવો ઈતિહાસ રચતા દેખાશે. સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાને આગળ વધાર્યો છે, કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂ પણ આ દોડવીરના સમર્થનમાં આગળ આવતા ખુદને રોકી શક્યા નથી.

શિવરાજસિંહ ચૌહાને ટ્વિટ કર્યું છે કે હું ભારતના ખેલ મંત્રી કિરણ રિજિજૂને અપીલ કરું છું કે આ અભિલાષી એથ્લીટને તેની પ્રતિભા નિખારવામાં મદદ કરે. આ ટ્વિટની સાથે શિવરાજસિંહ ચૌહાને એ પત્રકારનો પણ આભાર માન્યો છે કે જેના કારણે તેમના સુધી આ વીડિયો પહોંચ્યો છે. આ વીડિયોમાં દાવો થઈ રહ્યો છે કે રામેશ્વરમ 100 મીટરની દોડને માત્ર 11 સેકન્ડમાં પૂર્ણ કરી રહ્યો છે. આપણા દેશમાં મોટાભાગે એમ કહવેમાં આવે છે કે દેશમાં ખેલના ક્ષેત્રમાં પ્રતિભા જોઈએ, તો ગામડા તરફ કૂચ કરો. અહીં મળનારા ટેલેન્ટને જો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે, તો ઈન્ટરનેશનલ લેવલ પર દેશને ઘણાં મેડલ મળી શકે છે.

સોશયલ મીડિયા પર વાઈલ વીડિયોમાં આ યુવાન એથ્લીટ સડક પર નગ્ન પગે દોડતો દેખાઈ રહ્યો છે. ચૂનાથી કરવામાં આવેલી 100 મીટરની માર્કિંગ આ વીડિયોમાં દેખાઈ રહી છે અને માત્ર 11 સેકન્ડના આ વીડિયો દોડવીરને પોતાના સ્ટાર્ટિંગ પોઈન્ટથી ફિનિશિંગ લાઈનને આરામથી પાર કરતો જોઈ શકાય છે.

ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ પણ શિવરાજસિંહ ચૌહાનને આ ટ્વિટનો જવાબ આપવામાં વિલંબ કર્યો નથી. થોડીક મિનિટોમાં તેમણે આ એથ્લીટની પ્રતિભાને જોતા ખેલ મંત્રાલય તરફથી સમર્થનનો વાયદો કર્યો હતો.

કિરણ રિજિજૂએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે શિવરાજસિંહજી કોઈને કહો કે આ (રામેશ્વર) એથ્લીટને મારી પાસે લઈને આવે. હું તેમને એથ્લેટિક એકેડમીમાં રાખવા માટે પુરી વ્યવસ્થા કરીશ.

સોશયલ મીડિયા પર રામેશ્વરને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાનની પહેલ પર ખેલ પ્રધાન કિરણ રિજિજૂ દ્વારા મળી રહેલા સમર્થનને ખૂબ પસંદ કરાય રહ્યું છે.