Site icon Revoi.in

પાકિસ્તાન-ચીન સિવાયના અન્ય પડોશી દેશો માટે ભારતે રૂ. 2 હજાર કરોડની વધારેની કરી ફાળવણી

Social Share

નવી દિલ્હીઃ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કોવિડ-19 બાદ આર્થિક મુશ્કેલી ઉભી થઈ હતી. બીજી તરફ પડોશી પહેલાને માનતુ ભારત હંમેશા પડોસી દેશોને મદદ કરવા તૈયાર રહે છે અને જરુર હોય ત્યારે દવાઓ, અનાજ અને આર્થિક સહાય સહિતની મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન આગામી વર્ષને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન અને ચીનને બાદ કરતા અન્ય પડોશી દેશોની મદદ માટે બજેટમાં રૂ. બે હજાર કરોડથી વધારેનું ફંડ ફાળવવામાં આવ્યું છે. ભારત સરકારના આ નિર્ણયથી અફઘાનિસ્તાન સહિતના દેશોએ આવકારીને તેમને ખુશી વ્યક્ત કરી હતી.

ભારત પડેશી દેશો સાથે સંબંધ વધારે મજબુત બનાવી રહ્યું છે. કોરોના મહામારીમાં ભારતે પડોશી દેશોને વિના મુલ્યે કોવિડ-19ની રસી પુરી પાડી હતી. એટલું જ નહીં જરુરી જવા સહિતની સામગ્રી પુરી પાડી હતી. તાજેતરમાં જ મોટી સરકારે બજેટ જાહેર કર્યું છે. જેમાં અલગ- અલગ પડોશી દેશ માટે કેટલા રુપયા ફાળવ્યાં છે. મોદી સરકારે અફઘાનિસ્તાન માટે રૂ. 200 કરોડ, નેપાળ માટે 550 કરોડ, માલદીવ માટે રૂ. 400 કરોડ, બાંગ્લાદેશ માટે 200 કરોડ, શ્રીલંકા માટે 150 કરોડની જંગી રકમ ફાળવ્યાં છે. એટલું જ નહીં ભૂતાન માટે કરોડની રકમ ફાળવવામાં આવી છે.

અફઘાનિસ્તાનમાં એક લોકતાંત્રિક સરકાર ઉથલાવી સત્તામાં આવેલા તાલિબાને પોતાની આર્થિક જરૃરિયાતોને પહોંચી વળવા માટે વિદેશી દેશો સાથે સંબંધો સુધારવાની તરફ ધ્યાન આપ્યું છે. દરમિયાન તાલિબાને ભારતના કેન્દ્રીય બજેટ 2023-24 વિશે વખાણ કર્યા અને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ભારતની સહાયની જાહેરાત બંને દેશો વચ્ચેના સંબંધો અને વિશ્વાસ સુધારવા મદદ કરશે. તાલિબાન સરકારે ભારત તરફથી મળેલી મદદ માટે ભારત સરકારની પ્રશંસા કરી છે.

(Photo-File)