વેક્સિનેશનના મામલે ભારતે અમેરિકાને છોડ્યું પાછળ, અત્યાર સુધીમાં 8.70 કરોડ ડોઝ આપવામાં આવ્યા
- રસીકરણના મામલે ભારતે અમેરિકાને છોડ્યું પાછળ
- અત્યાર સુધીમાં 8.70 કરોડ ડોઝ આપવામાં આવ્યા
દિલ્હી:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, કોવિડ -19 વિરોધી રસીકરણમાં અમેરિકાને પાછળ રાખી ભારત વિશ્વનો સૌથી ઝડપી રસીકરણવાળો દેશ બન્યો છે. ભારતમાં સરેરાશ દૈનિક 30,93,861 ડોઝ આપવામાં આવે છે. દેશમાં કોવિડ -19 રસીના અત્યાર સુધીમાં 8.70 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, ભારત રસીકરણ કરવામાં તમામ દેશોને પાછળ છોડી દેવામાં આગળ છે. સવારે 7 વાગ્યા સુધીના અંતિમ અહેવાલ મુજબ કુલ 13,32,130 સત્રોમાં રસીના 8,70,77,474 ડોઝ આપવામાં આવ્યા છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ,અમેરિકામાં અત્યાર સુધીમાં 171 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. જયારે ગયા અઠવાડિયે સરેરાશ 3.03 મિલિયન ડોઝ આપવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોમાં વકરેલા કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયાને વધારે સ્પીડમાં કરવામાં આવી છે. રોજના લાખો લોકોને વેક્સિન આપવામાં આવે છે.
જાણકારો દ્વારા એવો પણ અંદાજ લગાવવામાં આવે છે કે, ભારતમાં જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. તેને જોતા ભારતમાં ટૂંક સમયમાં મોટા ભાગની વસ્તીને વેક્સિનનો ડોઝ મળી શકે છે. ભારત સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન સતત જાહેર કરવામાં આવતી રહી છે અને લોકો અત્યારે પણ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે.
જાણકારો દ્વારા એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં ભારત સરકાર કોરોના સામેની લડાઈમાં પોતાની વેક્સિન પ્રક્રિયાને વધારે તેજ કરી શકે છે અને આગામી સમયમાં ભારતમાં રોજ 50 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો પણ તેમાં નવાઈ રહેશે નહી.
દેવાંશી