- દેશમાં કોરોનાના કેસમાં વધારો
- કેન્દ્ર વધુ 12 કરોડ વેક્સિનના ડોઝનો આપ્યો ઓર્ડર
દિલ્હી – સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, વધતા કેસોને લઈને સરકાર પણ ચિંતામાં છે, બીજી તરફ વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હવે વધુ એક અસરકારક પગલું ભરતા કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને ૧૨ કરોડ બીજા વેક્સિનના ડોઝના આદેશ આપ્યા છે.
દેશમાં કોરોનાના પગપેસારો ફરીથી જોવા મળ્યો છે, જેને લઈને આરોગ્ય નિષ્ણઆંતોએ આ કોરોનાની બીજી લહેર હોવાના સંક્તો આપ્યા છે ત્યારે તમામ સાથે પણ આ બાબતે પીએમ મોદીએ એક બેઠક પમ યોજી હતી, અને અનેક સખ્ત પગલા લેવામાં આવી રહ્યા છે.
આ સાથે જ કેન્દ્રની સરકારે વધતા કેસોને લઈને વેક્સિનમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે,સરકારે ભારતમાં ઉત્પાદિત કોરોનાની બે વેક્સિનના ઉત્પાદકોને ૧૨ કરોડ રસીના ડોઝ આપવા માટેનો ઓર્ડર આપ્યો છે, જેમાં સીરમ ઈન્સ્ટિટયૂટને કોવિશિલ્ડના એક કરોડ ડોઝ નો સમાવેશ થાય છે અને બીજા ભારત બાયોટેકની કોવેક્સિનના ડોઝનો સમાવેશ થાય છે
દેશમાં શનિવાર સુધીમાં ૪.૩૬ કરોડ ડોઝ અપવામાં આવી ચૂક્યા છે. આ મહિનાની 1લી તારીખથી ૬૦ વર્ષથી વધુ વયના સામાન્ય લોકો અને ગંભીર બીમારી ધરાવતા ૪૫ વર્ષથી વધુ ઉમરના લોકોને વેક્સિન આપવાનું કાર્ય શરપ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિના સુધીમામં કુલ ૩૦ કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવાનું સરકારનું લક્ષ્ય છે.
સાહિન-