- અફઘાનિસ્તાનની માનવતાવાદી સહાયમાં ભારત આગળ
- અત્યાર સુધીમાં 40 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલવામાં આવ્યા
દિલ્હી:ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓના રૂપમાં સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન શાસનની સ્થાપના થયા બાદ પણ ભારત તરફથી મદદ શરૂ છે.ભારતે તેની સહાયતા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાનમાં મોકલ્યા છે, જે કાબુલના નજીકના પાડોશી અને લાંબા સમયથી ભાગીદાર તરીકેની સ્થિતિને સુનિશ્ચિત કરે છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં, સંયુક્ત રાષ્ટ્રમાં દેશના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે, અફઘાન લોકો સાથેના ઐતિહાસિક અને સભ્યતાના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું, “જેમ કે અમે સુરક્ષા પરિષદ (UNSC)માં વારંવાર કહ્યું છે કે, ભારત ઇચ્છે છે કે,શાંતિ અને સ્થિરતાની પુનરાગમન સુનિશ્ચિત થાય, પડોશી દેશ અફઘાનિસ્તાન સાથે અમારા લાંબા સમયથી ચાલતા સંબંધોને મજબૂત થાય.તે જ સમયે અફઘાન લોકો સાથે અમારા મજબૂત ઐતિહાસિક અને સભ્યતા સંબંધી સંબંધો છે.”
અફઘાનિસ્તાનના લોકોની માનવતાવાદી જરૂરિયાતો વિશે બોલતા, સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે,ભારતે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાયના અનેક શિપમેન્ટ મોકલ્યા છે.તેમણે કહ્યું, “અફઘાન લોકોની માનવતાવાદી જરૂરિયાત તેમજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી તાકીદની અપીલના જવાબમાં ભારતે માનવતાવાદી સહાય તરીકે અફઘાનિસ્તાનમાં અનેક શિપમેન્ટ મોકલ્યા છે.તેમાં 10 બેચમાં 32 ટન તબીબી સહાયનો પણ સમાવેશ થાય છે, જેમાં આવશ્યક જીવનરક્ષક દવાઓ, ટીબી વિરોધી દવાઓ અને કોરોના રસીના 50,0000 ડોઝનો સમાવેશ થાય છે.
રુચિરા કંબોજે કહ્યું, “આ મેડિકલ કન્સાઈનમેન્ટ્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને કાબુલની ઈન્દિરા ગાંધી ચિલ્ડ્રન્સ હોસ્પિટલને સોંપવામાં આવ્યા છે.” તેમણે ઘઉં વિશે કહ્યું, “ભારતે પણ અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા છે.”