Site icon Revoi.in

સંશોધનની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક નેતા બનવાની ક્ષમતા ધરાવે છે : ડૉ માંડવિયા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં,  અહીં ICMR-રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર (RMRC) ની એનેક્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ICMR સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને BSL III લેબોરેટરીનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રી ડો. માંડવિયાએ કહ્યું હતું કે, સંશોધનની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક નેતા બનવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરના COVID-19 રોગચાળા દરમિયાન આ સાબિત થયું છે.

ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “ભારત સંશોધનની દ્રષ્ટિએ વૈશ્વિક નેતા બનવાની ક્ષમતા ધરાવે છે. આ તાજેતરના COVID-19 રોગચાળા દરમિયાન સાબિત થયું છે. ICMR વૈજ્ઞાનિકોની પ્રશંસા વ્યક્ત કરતા, તેમણે જણાવ્યું કે “ભારતે વિશ્વમાં પ્રથમ COVID-19 રસીની રજૂઆતના એક મહિનાની અંદર તેની પોતાની સ્વદેશી COVID-19 રસી બહાર પાડી”. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તબીબી સંશોધનના અવકાશ અને આઉટપુટને વધારવા માટે સરકારી અને ખાનગી સંશોધન સુવિધાઓ વચ્ચે સંયુક્ત સહયોગ અને સહકારની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ધર્મેન્દ્ર પ્રધાને સ્વદેશી રસી બનાવવા અને કોવિડ-19 વાયરસના નવા પ્રકારોના જીનોમ સિક્વન્સિંગ તરફના તેમના સતત પ્રયાસો માટે ICMRનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આરોગ્યસંભાળમાં આમૂલ પરિવર્તન જોયું છે. તેમણે એ પણ હાઇલાઇટ કર્યું કે ઓડિશામાં મેડિકલ કોલેજોની સંખ્યા 2014 પહેલા માત્ર 3 હતી તે અત્યારે વધીને 10 થઈ ગઈ છે.

ડૉ. ભારતી પ્રવિણ પવારે યાદ કર્યું કે, ICMR મોબાઇલ BSL લેબનો ઉપયોગ ભૂટાન જેવા અન્ય દેશો દ્વારા તેમના COVID-19 રોગચાળાના સંચાલનમાં કરવામાં આવી રહ્યો છે. તેણીએ ICMR-RMRCના વૈજ્ઞાનિકોની, જેમણે TB-મુક્ત ભારત માટે પીએમના ક્લેરીયન કોલને પૂરા દિલથી સમર્થન આપ્યું અને નિક્ષય મિત્ર બનવા માટે આગળ આવ્યા તે માટે પણ તેમની પ્રશંસા વ્યક્ત કરી. એનેક્સ બિલ્ડિંગનું નિર્માણ ઉચ્ચ સ્તરીય પ્રયોગશાળા અને વહીવટી હેતુ માટે કરવામાં આવ્યું છે.

પેથોજેન્સના જીનોમિક રોગચાળા પર અભ્યાસ હાથ ધરવા માટે કેન્દ્રે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ (NGS)ની શરૂઆત કરી છે. નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ સુવિધા હાલમાં ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) માં SARS-CoV-2 જીનોમિક સર્વેલન્સ ડેટાનું યોગદાન આપી રહી છે અને ઉભરતા અને ફરીથી ઉભરતા રોગોની ઓળખ પણ પૂરી પાડે છે. આ બિલ્ડિંગમાં બાયોઇન્ફોર્મેટિક્સ ફેસિલિટી, પ્રોટીઓમિક્સ સ્ટડી ફેસિલિટી, ઇ-લાઇબ્રેરી અને મેડિકલ મ્યુઝિયમ જેવી અત્યાધુનિક પ્રયોગશાળાઓ હશે.