ભારતે એક વર્ષમાં કોરોનાની બે વેક્સિન બનાવીને દુનિયાને મદદ પહોંચાડીઃ પીએમ મોદી
દિલ્હીઃ કોરોના સામે દુનિયાના તમામ દેશો લડી રહ્યાં છે. ત્યારે ભારતે એક વર્ષથી પણ ઓછા સમયમાં કોરોનાની બે વેક્સિન બનાવી છે એટલું જ 150 દેશને દવા પહોંચાડવાં આવી છે. તેમ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એરસ્ટ્રાઈક અને સર્જીકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના સંકટમાં ભારત માટે દુનિયા ચિંતિત હતી. જો ભારત પોતાને નહીં સંભાળી શકે તો દુનિયાના માથે સંકટ વધશે. જો કે, દેશના નાગરિકોએ કોરોના સામે જંગ લડી. ભારતે આ લડાઈ જીતી લીધી છે. આ લડાઈ કોઈ સરકાર અથવા વ્યક્તિએ નથી જીતી પરંતુ સંમગ્ર દેશની જનતા સાથે મળીને જીતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કોરોના મુદ્દે વિપક્ષે કરેલા આક્ષેપો મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર પ્રથમ દિવસથી જ ગરીબ જનતા માટે કામ કરી રહી છે ગરીબોને આત્મવિશ્વાસ મળ્યો તો પોતે મહેનત કરીને આગળ વધશે. આજે ભારતમાં ડબલ ડિઝિટ ગ્રોથનું અનુમાન છે. દુનિયાના અનેક દેશોને રોકાણ નથી મળી રહ્યું ત્યારે ભારતમાં લોકો રોકાણ કરવા તૈયાર છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ છે. વડાપ્રધાન સંબોધનમાં સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતની તાકાદ દુનિયાએ જોઈ છે.