મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ સૌથી વધુ ઓનલાઈન સેલ્ફી પાડવા બદલ ભારતે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો
દિલ્હી- ભારત દેશમાં પીએમ મોદીના અથાગ પ્રયત્નથી મેરી માટી મેરા દેશ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત માટી સાથે અનેક લોકોએ સેલ્ફી લઈને અપલોડ કરી હતી ત્યારે હવે આ સેલ્ફીએ રેકોર્ડ તોડ્યો છે,
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારની ‘મેરી માટી-મેરા દેશ’ યોજનાએ આજે તિહાસ રચ્યો છે. , આ યોજના હેઠળ, સરકારે સેલ્ફી અપલોડ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચીનને 2016માં લગભગ એક લાખ સેલ્ફી સાથે સૌથી વધુ સેલ્ફી લેવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો હતો. હવે મહારાષ્ટ્રની સાવિત્રી બાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ 10,42,538 સેલ્ફીનો રેકોર્ડ બનાવ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્ર એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે આ દરેક માટે ગર્વની ક્ષણ છે. આ અમારા માટે ગર્વની ક્ષણ છે અને SPPU એ આ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આપણે આપણા દેશને માતા કહીએ છીએ. આ માટી આપણી માતા છે. ‘મેરી મિટ્ટી-મેરા દેશ’ ઝુંબેશ એ લોકો માટે શ્રદ્ધાંજલિ છે જેમણે તેમના જીવનનું બલિદાન આપ્યું છે.
tags:
meri mati mera desh