ટોક્યોમાં શુક્રવારથી શરૂ થતાં ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત ઇતિહાસ રચશે તેવી આશા
નવીદિલ્હીઃ ઓલિમ્પિક 2020 શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે , ભારતીય ટીમના વિવિધ એથ્લેટ વર્ષે મેડલ જીતવા સુસ છે. આગામી તા. 23ને શુક્રવારથી આ રમતોત્સવ શ થઇ રહ્યો છે અને રમત પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છવાયેલી છે. ભારત આ વર્ષે અત્યારસુધીની સૌથી મોટી ટીમ ઉતારવાનું છે. 18 વિવિધ સ્પોટર્સમાં મેડલની રેસમાં 126 એથ્લેટસ મેદાનમાં ઉતરશે અને અત્યારસુધી ભારતે ઓલિમ્પિકમાં મોકલેલી સૌથી મોટી ટીમ છે. 126 ખેલાડીઓ સાથે કોચ તથા સપોર્ટ સ્ટાફ સાથે કુલ 227 વ્યકિત ટોકયો પહોચી ગયા છે.
ભારત તરફથી આ વર્ષે બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ પાસે મેડલની આશા રાખી રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ રમતવીરોને મેડલ જીત્યા બાદ, તેમની સાથે આઈસ્ક્રીમ ખાવાની પણ ઈચ્છા વ્યકત કરી હતી. આ સાથે ભારતીય શૂટિંગ અને કુશ્તી ખેલાડીઓ પાસેથી આ વર્ષે મેડલની આશા રાખવામાં આવી રહી છે. આ વર્ષે ભારતને કુલ 15 થી વધુ મેડલ ટોકયો ઓલિમ્પિકમાં મળે તેવી આશા છે. થોડા દિવસ પહેલા વર્ચ્યુઅલ મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આ ભાવિ મેડલ વિજેતા એથ્લિટસ સાથે વાતચીત કરી હતી અને તેમને જુસ્સો આપ્યો હતો. આ સાથે જ ઘણા બધા એથ્લિટસના માતા પિતા સાથે વાત કરીને ખેલાડીઓના જીવનમાં તેમના યોગદાનના વખાણ કર્યા અને પ્રોત્સાહન આપ્યું હતું.