ભારતઃ 15 વર્ષમાં 19 ચાઈનીઝને ભારતીય નાગરિકતા અપાઈ
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ 2007થી અત્યાર સુધીમાં ભારતમાં લગભગ 19 ચાઈનીઝ નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ માહિતી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ સંસદમાં આપી હતી.
તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, ડેટા અનુસાર કુલ 10 ચાઈનીઝ નાગરિકોની અરજી પેન્ડીંગ છે, આ તમામે ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયએ જણાવ્યું હતું કે, સરકાર માત્ર દેશોના હિસાબના ડેટા પોતાની પાસે રાખે છે. જેમાં દર્શાવાય છે કે, ક્યાં દેશના લોકોએ ભારતીય નાગરિકતા આપી છે પરંતુ સરકાર કોમ્યુનિટીના આધારે ડેટા રાખતી નથી. કેટલાક હિન્દુ, મુસ્લિમ, શિખ, ઈસાઈ તથા અન્ય ધર્મના કેટલા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી તેના માહિતી ભારત સરકાર પાસે નથી.