Site icon Revoi.in

ભારતઃ ચાર મહિનામાં UPI મારફતે રૂ. 81 લાખ કરોડના વ્યવહારો થયા

Social Share

નવી દિલ્હીઃ એપ્રિલ-જુલાઈના સમયગાળામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા રૂ. 81 લાખ કરોડથી વધુના વ્યવહારો થયા છે. વાર્ષિક ધોરણે 37 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસીક્યોર દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ ડેટા જણાવે છે કે, યુપીઆઈ દ્વારા પ્રતિ સેકન્ડ 3,729.1 વ્યવહારો થઈ રહ્યા છે. 2022માં આ આંકડો પ્રતિ સેકન્ડ 2,348 વ્યવહારો હતો. આ સમયગાળા દરમિયાન UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં 58 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ડેટા અનુસાર, UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યાના સંદર્ભમાં, ભારત ચીનના Alipay, અમેરિકાના PayPal અને બ્રાઝિલના Pix કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. જુલાઈમાં યુપીઆઈ દ્વારા કુલ ટ્રાન્ઝેક્શન રૂ. 20.6 લાખ કરોડ હતા. UPI ટ્રાન્ઝેક્શનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સિવાય સતત ત્રણ મહિના સુધી UPI દ્વારા ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય 20 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યું છે. આ ડેટા PaySure દ્વારા વિશ્વભરની ટોચની વૈકલ્પિક ચુકવણી પદ્ધતિઓમાંથી 40 ની તપાસ કર્યા પછી બહાર પાડવામાં આવ્યો છે.

Pacicureના ડેટા અનુસાર, ભારત વિશ્વમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના મામલામાં ટોચ પર છે. અહીં લગભગ 40 ટકા વ્યવહારો ડિજિટલ રીતે થાય છે. ડિજિટલ પેમેન્ટ કરવા માટે લોકો સૌથી વધુ UPI નો ઉપયોગ કરી રહ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સીઈઓ દિલીપ આસબેએ જણાવ્યું હતું હતું કે, ધિરાણ વૃદ્ધિ સાથે, આગામી 10 થી 15 વર્ષમાં UPI દ્વારા વ્યવહારોની સંખ્યા 100 અબજ સુધી પહોંચવાની સંભાવના છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, અમારું ધ્યાન UPI અને RuPay કાર્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા પર છે. આ માટે વિદેશમાંથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.