ભારતઃ BSE અને NSEમાં ધોવાણ અટકતા રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ
નવી દિલ્હીઃ રશિયાના યુક્રેન પર આક્રમણ 24 ફેબ્રુઆરીથી શરૂ થયું ત્યારથી નિફ્ટી 50 અને સેન્સેક્સ અનુક્રમે 1.44 ટકા અને 2.03 ટકા ઘટ્યા છે. દરમિયાન આજે સેન્સેક્સ અને નિફ્ટી માં વધારો જોવા મળ્યો હતો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં તેજીને ટેકો મળ્યો હતો અને સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો હટાવ્યા પછી એરલાઇન્સમાં વધારો થયો હતો
NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ 1.50 ટકા અથવા 240 પોઈન્ટ વધીને 16,258.20 પર અને BSE સેન્સેક્સ 1.70 ટકા અથવા 905 પોઈન્ટ વધીને 54310 પર છે. 24 ફેબ્રુઆરીએ રશિયાનું યુક્રેન પર આક્રમણ શરૂ થયું ત્યારથી છેલ્લા બંધ મુજબ, નિફ્ટી 50 અને સેન્સેક્સ અનુક્રમે 1.44 ટકા અને 2.03 ટકા ઘટ્યા છે.
શેર બજાર સાથે જોડાયેલા અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે,”હાલમાં, અમે ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડા પછી રિબાઉન્સ અથવા રાહત રેલી જોઈ રહ્યા છીએ, અને જ્યાં સુધી નિફ્ટી 50 16,400 ઝોનની નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી વધતું બજાર છે.” મિશ્રાએ જણાવ્યું હતું કે, તેલના ઊંચા ભાવ સહિતના વૈશ્વિક સંકેતોને કારણે હજુ પણ બજાર નકારાત્મક રહે તેવી શકયતા છે.
એરલાઇન ઓપરેટર્સ ઇન્ટરગ્લોબ એવિએશન અને સ્પાઇસજેટ અનુક્રમે 7.4 ટકા અને 5 ટકા ઉછળ્યા હતા. બજારને ઉપર જતાં જોઈને ઈન્વેસ્ટર્સમાં રાહત જોવા મળી રહી છે, યુદ્ધ ની આ પરિસતીથીમાં ભારતીય સ્ટોકમાર્કેટમાં અને વર્લ્ડ સ્ટોક માર્કેટ માં ઘણા ઉતાર જોવા મળી રહ્યા છે.