1. Home
  2. ગુજરાતી
  3. ભારતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિને આપ્યું આમંત્રણ 
ભારતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિને આપ્યું આમંત્રણ 

ભારતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિને આપ્યું આમંત્રણ 

0
Social Share
  • ઈજિપ્તના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર બનશે ચીફ ગેસ્ટ
  • ભારત તરફથી આપવામાં આવ્યું આમંત્રણ
  • વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ મોદીને આ બાબતે સંદેશ મોકલાવ્યો

દિલ્હીઃ- દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઇજવણી ઘામઘૂમ પૂર્વક કરવામાં આવે છે ખાસ આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીલ્હીના લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોંઘિત કરે છે આ સ્થળે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિતિ હોય છે તો કોઈ એક ખાસ વ્યક્તિને ચીફ ગેસ્ટ તરીપે વિદેશથી આમંત્રિત કરવામાં આવે છે ત્યારે આ વખતે 26મી જાન્યુઆતી પ્રજાસત્તાક દિન નિમિત્રે ચીફ ગેસ્ટ તરીપે ઈજિપ્તના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને આ ખાસ દિવસે ભારત બોલાવ્યા છે. ભારતે પ્રજાસત્તાક દિવસ 2023 ની ભવ્ય ઉજવણી માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ફતાહ અલ-સીસીને આમંત્રણ મોકલ્યું છે.ઉલ્લેખનીય છે કેથોડા સમય પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઇજિપ્તની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અલ-સીસીને મળ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશ પણ આપ્યો હતો.

2014થી ઇજિપ્તનું પ્રમુખપદ સંભાળી રહેલા અલ સીસીને મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને આરબ વિશ્વ બંનેમાં ભારતની સમાન પહોંચ તરીકે જોવા મળે છે.આ વર્ષે બન્ને દેશોએ રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે જ સમયે, ભારત ઇજિપ્ત સાથે તેના રાજકીય અને સૈન્ય સંબંધોને સતત વધારી રહ્યું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને 2023ના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ બનવા માટે આમંત્રણ પત્ર મોકલ્યો છે.

આ સાથે જ ઇજિપ્ત એ આરબ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ સાથે ઇજિપ્ત આફ્રિકાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ અલ સીસી માટે રેડ કાર્પેટ પાથરે છે તે સૂચવે છે કે આગામી વર્ષોમાં દિલ્હી-કૈરો સંબંધો પર ખાસ ધ્યાન અપાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code