- ઈજિપ્તના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર બનશે ચીફ ગેસ્ટ
- ભારત તરફથી આપવામાં આવ્યું આમંત્રણ
- વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ મોદીને આ બાબતે સંદેશ મોકલાવ્યો
દિલ્હીઃ- દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઇજવણી ઘામઘૂમ પૂર્વક કરવામાં આવે છે ખાસ આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીલ્હીના લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોંઘિત કરે છે આ સ્થળે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિતિ હોય છે તો કોઈ એક ખાસ વ્યક્તિને ચીફ ગેસ્ટ તરીપે વિદેશથી આમંત્રિત કરવામાં આવે છે ત્યારે આ વખતે 26મી જાન્યુઆતી પ્રજાસત્તાક દિન નિમિત્રે ચીફ ગેસ્ટ તરીપે ઈજિપ્તના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને આ ખાસ દિવસે ભારત બોલાવ્યા છે. ભારતે પ્રજાસત્તાક દિવસ 2023 ની ભવ્ય ઉજવણી માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ફતાહ અલ-સીસીને આમંત્રણ મોકલ્યું છે.ઉલ્લેખનીય છે કેથોડા સમય પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઇજિપ્તની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અલ-સીસીને મળ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશ પણ આપ્યો હતો.
2014થી ઇજિપ્તનું પ્રમુખપદ સંભાળી રહેલા અલ સીસીને મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને આરબ વિશ્વ બંનેમાં ભારતની સમાન પહોંચ તરીકે જોવા મળે છે.આ વર્ષે બન્ને દેશોએ રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે જ સમયે, ભારત ઇજિપ્ત સાથે તેના રાજકીય અને સૈન્ય સંબંધોને સતત વધારી રહ્યું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને 2023ના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ બનવા માટે આમંત્રણ પત્ર મોકલ્યો છે.
આ સાથે જ ઇજિપ્ત એ આરબ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ સાથે ઇજિપ્ત આફ્રિકાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ અલ સીસી માટે રેડ કાર્પેટ પાથરે છે તે સૂચવે છે કે આગામી વર્ષોમાં દિલ્હી-કૈરો સંબંધો પર ખાસ ધ્યાન અપાશે.