ટ્વિટર્સ પાસે યૂઝર્સ માટેની માહિતી માંગવામાં ભારત વિશ્વભરમાં મોખરેઃપોસ્ટ હટાવવા અંગે પણ ભારત પ્રથમ નંબરે
- ટ્વિટર્સ પાસે સૂચનાઓ માંગવામાં ભારત વિશ્વમાં ટોચ પર
- પોસ્ટ હટાવવા અંગે પણ ભારત પ્રથમ નંબરે
દિલ્હીઃ ટ્વિટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળે છે,ત્યારે હવે માઇક્રો બ્લોગિંગ સાઈટે વિતેલા દિવસને બુધવારે માહિતી આપી હતી કે, ગયા વર્ષે જુલાઈ મહિલાથી લઈને ડિસેમ્બરની વચ્ચે ટ્વિટરને ભારતની સરકાર તરફથી એકાઉન્ટ માહિતી માટે સૌથી વધુ અનુરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં કરવામાં આવતી આવી વિનંતીઓમાં ભારતની ભાગીદારી 25 ટકા રહી છે.
આ મામલે ટ્વિટરએ તેના ટ્રાન્સપરન્સી રિપોર્ટ બ્લોગમાં કહ્યું છે કે, સામગ્રીને દૂર કરવા માટેની કાનૂની માંગની સંખ્યાના સંદર્ભમાં પણ ભારત જાપાન પછી બીજા નંબર પર જોવા મળે છે.કંપની આવી વિનંતીઓ વિશે માહિતી આપવા માટે વર્ષમાં બે વખત રિપોર્ટ જારી કરે છે. ટ્વિટરે તેના નવા બ્લોગ પર કહ્યું કે તેણે વિશ્વની સરકારો તરફથી આવતા વિનંતીઓમાંથી 30 ટકા વિનંતીઓના જવાબમાં કેટલીક અથવા બધી માહિતી પૂરી પાડી છે.
કંપનીએ કહ્યું કે ભારત સરકાર પાસેથી માહિતી મેળવવા માટેની વિનંતીઓનો સૌથી મોટો સ્રોત છે અને વિશ્વભરમાંથી મળેલી વિનંતીઓમાં 25 ટકા હિસ્સો ભારત ધરાવે છે. ત્યાર બાદ યુ.એસ. છે, જેનો હિસ્સો 22 ટકા છે.ટ્વિટરએ અહેવાલ આપ્યો છે કે સામગ્રીને દૂર કરવા માટેની કાનૂની માંગની સંખ્યાના સંદર્ભમાં જાપાન, ભારત, રશિયા, તુર્કી અને દક્ષિણ કોરિયા અનુક્રમે ટોચના પાંચ દેશોમાં છે ઉલ્લેખનીય છે કે નવા ઇન્ફર્મેશન ટેકનોલોજીના નિયમોનું પાલન ન કરવા માટે ટ્વિટર ભારતની સરકારનું લક્ષ્ય રહ્યું છે.