દિલ્હીઃ- આજરોજ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી ડેમોક્રેસી સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતને લઈને કેટલીક ખાસ વાતો કરી હતી ભારત જે રીતે વિકસિત દેશ બની રહ્યો છે.તેમણે શરુઆતમાં કહ્યું કે ભારત ખરેખર લોકશાહીની માતા છે. લોકશાહી માત્ર એક માળખું નથી, તે એક આત્મા પણ છે. તે એવી માન્યતા પર આધારિત છે કે દરેક મનુષ્યની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સમાન રીતે મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં આગળ કહ્યું કે ચૂંટાયેલા નેતાઓનો વિચાર પ્રાચીન ભારતમાં બાકીના વિશ્વના ઘણા સમય પહેલા સામાન્ય હતો. આબોહવા પરિવર્તન સામે લડવાના અમારા પ્રયત્નો હોય, પાણીનું સંરક્ષણ હોય અથવા બધાને સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવામાં આવે, દરેક પહેલ ભારતના નાગરિકોના સામૂહિક પ્રયાસોથી ચાલે છે.
આ સાથે જ વધુમાં તેમણે કહ્ભાયું કે રતમાં અમારી માર્ગદર્શક ફિલસૂફી ‘સબકા સાથ, સબકા વિકાસ’ છે – જેનો અર્થ છે ‘સમાવેશક વૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવું’. વડાપ્રધાને કહ્યું કે ભારત આજે અનેક વૈશ્વિક પડકારો છતાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ પહેલા પીએમ મોદીએ વિપક્ષના આરોપો પર કહ્યું હતું કે જ્યારે વિશ્વના બૌદ્ધિકો આપણા દેશને લઈને આશાવાદી છે, તો આ દરમિયાન દેશને ખરાબ પ્રકાશમાં બતાવવાની અને મનોબળને ઠેસ પહોંચાડવાની વાતો થઈ રહી છે. ભારતે દુનિયાને બતાવ્યું છે કે લોકશાહી પરિણામ આપી શકે છે.
‘સમિટ ફોર ડેમોક્રેસી, 2023’ સમિટની બીજી આવૃત્તિ યુએસ પ્રમુખ જો બિડેન, કોસ્ટા રિકાના રાષ્ટ્રપતિ રોડ્રિગો ચાવેઝ રોબલ્સ, ઝામ્બિયાના રાષ્ટ્રપતિ હકિન્દે હિચિલેમા, નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રુટ્ટે અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ દ્વારા સહ યજમાન હતા. આ કોન્ફરન્સનું આયોજન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન-સુક-યોલ દ્વારા કરવામાં આવ્યું હતું.