દિલ્હીઃ સિવ્ટઝરલેન્ડનું સ્નો સિટી તરીકે ઓળખાતા દાવોસમાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં ચારેય તરફ પથરાયેલી બરફથીની ચાદર નીહાળીને આશ્ચર્યસચિત થઈ જાય છે. ત્યારે ભારતમાં પણ દાવોસ જેવુ સ્નો સિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ઝોજીલા નજીક સ્ટો સિટી બનાવવાનું સરકાર વિચારી રહી છે.
જમ્મુ-કાશ્મીરના કારગિલમાં આવતા પર્વત ઉપર વર્ષના નવ મહિના સુધી જઈ પણ નથી શકાતું, જયારે તે બરફની ચાદરથી ઢંકાયેલ હોય ત્યારે ત્યાં જવાનું વિચારવું પણ અઘરું બની જાય છે. જો કે, દરેક વ્યકિત બરફની આ દિવાલો વચ્ચેથી પસાર થવાની અને સફેદ પર્વત શિખરો જોવાની ઇચ્છા રાખે છે. દરેક વ્યકિત પ્રકૃતિના આ અદ્રશ્ય સ્વરૂપને જોવા માંગે છે.
હવે આ પ્રકારના મુસાફરો માટે કેન્દ્ર સરકાર વધુ એક સારું પર્યટન સ્થળ બનાવવાની યોજના ઉપર વિચાર કરી રહી છે. કારગિલના ઝોજિલા પાસથી લેહ જોડ મોર સુધીના 19 કિલોમીટરના અંતરે બરફનું એક શહેર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. આ શહેર એવી જગ્યાએ હશે જયાં ઠંડીમાં ત્રણથી ચાર મીટર સુધી બરફ હોય. અહીં સ્વિસ એન્જિનિયરની મદદથી શહેર સ્થાપવાની યોજના છે. જેથી 50 હજારથી વધુ યુવાનોને રોજગાર મળશે અને વિશ્વભરમાંથી પર્યટકોને આકર્ષિત કરશે.
દાવોસ વસાર નદીના કિનારે આવેલું સ્વિટજરલેન્ડનું એક ખૂબ જ સુંદર શહેર છે. જયાં ઠંડીનો પારો મોટા ભાગે માઈનસમાં રહે છે અને સ્વિસ આલ્પ્સ પર્વતમાળાની બંને પ્લાકોર અને અલ્બ્યુલા રેન્જ શહેરની બંને બાજુએ જોવા મળી રહી છે.