દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ભારતીય રેલવે દ્વારા 12 બુલેટ ટ્રેન કોરીડોરને મંજૂરી આપવામાં આવી છે. આમ સમગ્ર દેશમાં બુલેટ ટ્રેનનું એક નેટવર્ક ઉભી કરવામાં આવશે. જેથી એક છેડેથી બીજા છેડે ઝડપથી પરિવહન કરી શકાય.
પ્રાપ્ત માહિતી અનુસાર 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો 300 થી 700 કિ.મિ.ના અંતરે હોય અને આ શહેરો આ પ્રોજેકટ માટે પસંદ કરવામાં આવ્યા છે. દિલ્હી-ચંદીગઢ, લુધીયાણા, અમૃતસર અને ત્યાંથી જમ્મુ સુધી પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન પ્રોજેકટ હાથમાં લેવાશે. બીજા તબકકામાં દિલ્હી, આગ્રા, લખનૌ, વારણાસીને સાંકળી લેવામાં આવશે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, વારાણસી પ્રોજેકટને પટના અને કોલકત્તા સુધી લંબાવાશે. આ ઉપરાંત પટણાથી ગુવહાટી અને દિલ્હી સુધીનો 9 પ્રોજેકટ મંજુર થશે. વારાણસી, કોલકત્તા, કોરીડોરને પણ બુલેટ ટ્રેનથી સાંકળી લેવાશે.
દક્ષિણ ભારતમાં હૈદ્રાબાદ અને બેંગ્લોરને મુંબઇ સાથે જોડાશે. તેમજ ચેન્નાઇ, મુંબઇ, હૈદ્રાબાદ, મુંબઇ અને બેંગ્લોરને પણ સાંકળી લેવાશે. જમ્મુ, અમૃતસર, દિલ્હી, જયપુર, અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, ચેન્નાઇ આ તમામને સાંકળી લેવા માટે બુલેટ ટ્રેન પ્રોજેકટ હાથ ધરાશે. આ હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેકટ હવે ભવિષ્યમાં સંપૂર્ણપણે ભારતીય હશે અને તેમાં ટેકનોલોજી પણ ભારતીય હશે.