દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે સાંજે દક્ષિણ આફ્રિકા પહોંચી ટૂક્યા છે. અહીં રહેતો ભારતીય સમુદાય પણ તેને લઈને ઉત્સાહિત છે. પીએમ મોદીનું આગમન થતા જ અહીં હર હર મોદીના નારા લગાવ્યા હતા.અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
જોહાનિસબર્ગ, 22 ઓગસ્ટ. PM મોદીએ 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે મંગળવારે જોહાનિસબર્ગ પહોંચ્યા, તેમણે અહીં BRICS બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગને સંબોધિત કરી અને ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે.
બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશોની મહત્વની ભૂમિકા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ હોવા છતાં, આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. ટૂંક સમયમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. એમાં કોઈ શંકા નથી કે આવનારા સમયમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે. આ એટલા માટે છે કારણ કે ભારતે આપત્તિ અને મુશ્કેલીઓના સમયને આર્થિક પુનઃપ્રાપ્તિની તકોમાં ફેરવી દીધો છે.
પીએમ મોદીને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પીએમ મોદી બ્રિક્સ લીડર્સ રિટ્રીટમાં હાજરી આપવા માટે સમર પ્લેસ પહોંચ્યા હતા. યજમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી બ્રિક્સના અન્ય નેતાઓ સાથે વૈશ્વિક વિકાસ માટે બ્રિક્સ પ્લેટફોર્મનો લાભ લેવા અને પડકારોનો ઉકેલ શોધવા પર ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે મોદી ગ્રીકના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાથી એથેન્સ પહોંચશે. મોદીની આ પ્રથમ ગ્રીસ મુલાકાત હશે. મોદીએ કહ્યું કે, મને 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું ગૌરવ છે.