ભારત એક માત્ર એવો દેશ છે જ્યા કોરોનાની ચાર વેક્સિન બનીને તૈયાર છે- મંત્રી પ્રકાશ જાવડેકર
- ભારતમાં કોરોનાની 4 વેક્સિન બનીને તૈયાર
- મંત્રી પ્રકાશ જાવડેકરે ખુશી વ્યક્ત કરી
કોવિશિલ્ડ કોરોના વેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સંભવત: ભારત એકમાત્ર દેશ છે જ્યાં ચાર કોરોના વેક્સિન તૈયાર છે. આ ચાર રસીઓમાં કોવિશિલ્ડ, કોવાક્સિન, ફાઇઝર અને ઝાયડસ કેડિલાનો સમાવેષ થાય છે.
આ સાથે જ આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા પણ શનિવારે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કોરોના વેક્સિન માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ આખા દેશમાં દરેક ભારતીયને મફત આપવામાં આવશે. આ માટે કોઈ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં માત્ર ત્રણ કરોડ લોકોને પ્રથમ તબક્કામાં કોરોના રસી આપવામાં આવશે. જેમાંહેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેયસ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજથી દેશભરમાં કોરોના વાયરસ વેક્સિનો પૂર્ભ્યાસનો બીજા તબક્કો શરૂ થયો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ડ્રાય રન માટેના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. પૂર્વભ્યાસમાં પ્રશિક્ષિત આરોગ્યલક્ષી કર્મીઓ સામેલ થઈ રહ્યા છે. પ્રથમ તબક્કો 28-29 ડિસેમ્બર 2020 માં શરૂ થયો હતો. જે અસમ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, પંજાબમાં શરૂ કરાયું હતુ
સાહિન-