ભારતમાં છે વિશ્વનું બીજું સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર,10 KMનું અંતર કાપવામાં લાગે છે અડધો કલાક
શું તમે જાણો છો કે વિશ્વનું બીજું સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર ભારતમાં છે? ડચ લોકેશન ટેક્નોલોજી નિષ્ણાત ટોમટોમ દ્વારા પ્રકાશિત ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર, સિટી સેન્ટર (બીબીએમપી વિસ્તાર) કેટેગરીમાં 2022 દરમિયાન બેંગલુરુ વિશ્વનું બીજું સૌથી વધુ ગીચ શહેર છે.
2022 માં, બેંગલુરુના લોકો દ્વારા CBD વિસ્તારમાં 10 કિમીનું અંતર કાપવામાં સરેરાશ સમય 29 મિનિટ અને 10 સેકન્ડનો છે.શહેરના કેન્દ્રમાં પીક અવર્સ દરમિયાન સરેરાશ ઝડપ 18 kmph હતી, જે 2021 માં 14 kmph હતી
અહેવાલમાં જણાવાયું છે કે લંડન સૌથી વધુ ટ્રાફિક ધરાવતું શહેર છે,જ્યાં મુસાફરોને 10 કિમીનું અંતર કાપવામાં 36 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે છે. સિટી સેન્ટર કેટેગરીમાં,ડબલિન, આયર્લેન્ડ ત્રીજું સૌથી વધુ ગીચ સ્થળ હતું,ત્યારબાદ જાપાનનું સપ્પોરો, ઇટાલીનું મિલાન અને ભારતમાં પુણે (છઠ્ઠા) ક્રમે હતું.ભારતના અન્ય ગીચ શહેરો નવી દિલ્હી (34) અને મુંબઈ (47) હતા.
મેટ્રો વિસ્તાર કેટેગરીમાં, બોગોટા સૌથી વધુ ગીચ છે, ત્યારબાદ મનીલા, સાપોરો, લિમા, બેંગલુરુ (પાંચમું), મુંબઈ (છઠ્ઠું), નાગોયા, પુણે, ટોક્યો અને બુખારેસ્ટ આવે છે.મેટ્રોપોલિટન વિસ્તારમાં,બેંગલુરુ સુધી 10 કિમીનું અંતર કાપવામાં 23 મિનિટ 40 સેકન્ડનો સમય લાગ્યો હતો.સરેરાશ ઝડપ 22 કિમી પ્રતિ કલાક હતી.