Site icon Revoi.in

ભારત વિશ્વનો પ્રથમ હીરાનો ઉત્પાદક દેશ, હાલ સૌથી વધારે હિરાનું ઉત્પાદન રશિયામાં

Social Share

હીરા કોને પસંદ નથી, જો કે તેને ખરીદવું દરેકની પહોંચમાં નથી. હીરાની કિંમત દરેક દેશમાં ઉંચી છે. આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા દેશમાં સૌથી પહેલા હીરા મળ્યા હશે અને કયા દેશમાં સૌથી વધુ હીરા મળ્યા હશે. જો ના હોય તો ચાલો જણાવીએ.

ભારત વિશ્વનો પ્રથમ હીરા ઉત્પાદક દેશ હતો. ચોથી સદીમાં ભારતમાં પ્રથમ હીરાની શોધ થઈ હતી. યુએસ જિયોલોજિકલ સર્વેના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં સૌથી વધુ હીરા રશિયામાં જોવા મળે છે. આ દેશમાં દર વર્ષે 40.1 મિલિયન કેરેટ હીરાનું ઉત્પાદન થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં બનતા હીરામાંથી 27 ટકા હિરા માત્ર રશિયામાં જ જોવા મળે છે. આ સિવાય વિશ્વની 10 સૌથી મોટી હીરાની ખાણોમાંથી 5 રશિયામાં આવેલી છે. હીરા રશિયાથી ઘણા દેશોમાં જાય છે. રશિયા પછી સૌથી વધુ હીરાનું ઉત્પાદન બોત્સ્વાના, કોંગો, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં થાય છે.

આભુષણો સૌથી વધારે પસંદ મહિલાઓને હોય છે, મોટાભાગની મહિલાઓ સોના અને ચાંદીના દાગીના પસંદ કરે છે. આ ઉપરાંત દાગીનામાં હિરા ઘડાવવાનું પસંદ મહિલાઓ કરે છે.