દિલ્લી: ઘણા દેશોને ભારતે કોરોનની વેક્સિન આપી છે,આ મામલે ભારતની અનેક દેશો વખાણ કરી રહ્યા છે ત્યારે હવે અમેરિકાએ ભારતના વખાણ કરતા દેશને “સાચો મિત્ર” ગણાવ્યો અને કહ્યું કે તે વૈશ્વિક સમુદાયને મદદ કરવા માટે તેના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં ભૂટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, મોરેશિયસ અને સેશેલ્સમાં કોવિડ -19 વેક્સીનનો જથ્થો મોકલ્યો છે. આ ઉપરાંત આ વેક્સિન સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને મોરોક્કોને વ્યવસાયિક પુરવઠો તરીકે મોકલવામાં આવી રહી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સાઉથ અને સેન્ટ્રલ એશિયા બ્યુરોએ શુક્રવારનાં રોજ ટ્વિટ કરીને કહ્યું કે, “વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં ભારતની ભૂમિકાની પ્રશંસાને પાત્ર છે, જેણે દક્ષિણ એશિયામાં કોવિડ -19 ના લાખો ડોઝ પહોંચાડ્યા છે.” ભારતે માલદીવ, ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળ અને અન્ય દેશોમાંથ નિશુલ્ક માલ મોકલવાનું શરૂ કર્યું અને તે જ રીતે બીજા દેશોને પણ મદદ કરવામાં આવશે. “તેમાં કહેવામાં આવ્યું છે કે,” ભારત એક સાચો મિત્ર છે જે તેનાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ વૈશ્વિક ક્ષેત્રમાં મદદ માટે કરી રહ્યું છે”
ઉલ્લેખનીય ભહે કે ભારતને “વિશ્વની ફાર્મસી” કહેવામાં આવે છે અને વિશ્વભરમાં બનાવવામાં આવતી રસીનું 60 ટકા ઉત્પાદન અહીંથી કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની રસી ઉત્પાદન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ કોરોનાવાયરસ સંકટ સામે લડવા અને સમગ્ર માનવતાના હિત માટે કરવામાં આવશે. ગૃહ વિદેશી બાબત સમિતિના અધ્યક્ષ, ગ્રેગરી મીક્સે પણ પડોશી દેશોને કોરોના મહામારી સામે લડવામાં મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે.
-સાહીન