Site icon Revoi.in

ભારતે પોતાનું વચન પાળી પાડોશી ઘર્મ નિભાવ્યો – અફઘાનિસ્તાનને 5 લાખ વેક્સિનના ડોઝ મોકલ્યા

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વા જ્યા એક બાજુ કોરોના મહામારી સામે ગંજ લડી રહ્યું છએ ત્યારે ભારતે તેના સામે રસીકરણનું અભિયાન શરુ કરી દીઘુ છઠે, 16 ડાન્યુઆરીથી સમગ્ર દશમાં વેક્સિન આપવાની કાનગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ભારતે પોતાની સાથે સાથે પાડોશી દેશોને પણ વેક્સિન સપ્લાય કરીને પોતાનો પાડોશી ઘર્મ નિભાવી રહ્યું છે.

વિતેલા દિવસ 7 ફેબ્રુઆરીને રવિવારના રોજ ભારત એ પાડજોશી દેશ ગણાતા અફઘાનિસ્તાનને કોરોનાની વેક્સિનના 5 લાખ ડોઝ મોકલ્યા હતા,આ બાબતને લઈને અફઘાનિસ્તાને પણ દેશનો આભાર વ્યક્ત કર્યો છે.અફઘાનિસ્તાન એ આ વાતને લઈને કહ્યું હતું કે, આ સહ્રદયતા અને બંને દેશો વચ્ચેનો મજબુત સંબંધની પ્રતિબધ્ધતાના પુરાવો છે, અધિકારીઓએ પાસે મળતી માહિતી પ્રમાણે દેશએ એક ભએટ તરીકે અફઘાનિસ્તાનને આ વેક્સિનના ડોઝ રવાના કર્યા છે.

અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમરે આ મામલે ટ્વિટ કર્યું છે ,અને કહ્યું હતું કે, વેક્સિન મોકલાવવા માટે અને મહામારીને ફેલાતી એટકાવવામાં મદદ કરવા માટે ભારતીય સમકક્ષ એસ જયશંકર, ભારતનાં લોકો અને સરકાર માટે આભાર વ્યક્ત કરીએ છીએ

અતમરે ભારતનાં આ સહયોગને સહ્રદયતા અને મજબુત સંબંધોનું ઉદાહરણ ગણાવ્યું છે,ભારતે મોકલેલા કોરોના વેક્સિનના જથ્થાને અફઘાનિસ્તાનનાં કાર્યકારી લોક આરોગ્ય મંત્રી એવા વાહીદ મજરોહે કાબુલમાં ભારતીય દુતાવાસનાં પ્રભારી રઘુરામ એસ પાસેથી મેળવી હતી.

સાહિન-