Site icon Revoi.in

મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડમાં પાકિસ્તાનથી પણ પાછળ ભારત

Social Share

મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડના મામલે ભારત પાકિસ્તાનથી પણ પાછળ રહી ગયું છે. ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની Ookla એ પોતાની ડીસેમ્બર મહિનાની રિપોર્ટ જાહેર કરી છે. તે મુજબ મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ વાળી લિસ્ટમાં 138 દેશોમાં ભારત 115 માં સ્થાન પર રહ્યું છે.

આ દરમિયાન ભારતની મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ 14.17 mbps રહી છે. આ વખતે ભારતની રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે. જયારે પાકિસ્તાન 16.72 mbps ની સ્પીડ સાથે 138 દેશોમાં 103 માં સ્થાન પર છે.

બ્રોડબેંડ સ્પીડની વાત કરીએ તો તેમાં ભારતની સ્થિતિ સારી છે.ભારત બ્રોડબેંડ સ્પીડના મામલે નેપાળ અને પાકિસ્તાનથી સારી સ્થિતિમાં છે. ભારતનું 178 દેશોમાં 69 મુ સ્થાન છે.ભારતમાં બ્રોડબેંડની સ્પીડ 47.48 mbps રહી છે. નેપાળમાં 40. 37 mbps સ્પીડ સાથે 79 ના સ્થાન પર રહ્યું છે,જયારે પાકિસ્તાન 9.04 mbps સ્પીડની સાથે 152 માં સ્થાન પર રહ્યું છે.