Site icon Revoi.in

UN માં ભારતે આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને લીઘુ આડેહાથ – કહ્યું,લાદેન પાકિસ્તાનમાંથી જ મળ્યો હતો

Social Share

 

દિલ્હીઃ- પાકિસત્ના ભઆરતની આંતરીક બાબતોમાં હંમેશા ગખલ કરતું જોવા મળે છે, તેણે યંસુક્ત રાષ્ટ્રમાં ઘણી વખત જમ્મુ કાશ્મીરનો મામલો ઉઠાવ્યો છે જો કે અવારનવાર પાકિસ્તાનને માત મળી છે,ત્યારે હવે ભારતે યુએનના મંચ પર ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લઈને તેની ઓકાત બતાવી છે.

સૈન્ય સંઘર્ષ દરમિયાન નાગરિકોની સુરક્ષાના મુદ્દે આયોજિત કાર્યક્રમમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં રાજદ્વારી આર. મધુસૂદને વૈશ્વિક મંચને જણાવ્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદને પ્રોત્સાહન આપવાનો ઇતિહાસ રહ્યો છે.

આ સાથે જ તેમણે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ આતંકવાદી ઘટના બને છે તો તેના મૂળ પાકિસ્તાનમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલું જ નહીં, તેણે કહ્યું કે ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં મળી આવ્યો હતો.

તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાની અધિકારીઓએ યુએન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારત પર મનઘડત આરોપો લગાવ્યા હોય. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદને આશ્રય આપવાનો ઇતિહાસ રહ્યો છે. દુનિયાભરમાં ફેલાયેલા આતંકવાદનું મૂળ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનમાં જોવા મળે છે. પાકિસ્તાને ઓસામા બિન લાદેન સહિત અનેક આતંકવાદીઓને આશ્રય આપ્યો છે.

હીં નાગરિક સુરક્ષાની વાત કરીએ, તો તેના માટે સૌથી મોટો ખતરો આતંકવાદથી છે અને પાકિસ્તાનની કડી ભારતના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા સાથે છે. નાગરિકો પર હુમલાનું આ સૌથી મોટું ઉદાહરણ હતું.જમ્મુ-કાશ્મીરના મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું કે તેનો સમગ્ર વિસ્તાર ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. આ મુદ્દા પર કોઈપણ વાતચીત માટે, તે જરૂરી છે કે પાકિસ્તાન રાજ્યના કબજા હેઠળના ભાગોને ખાલી કરે.આમ પાકિસ્તાનને આ મામલે ખૂબ ખરી ખોટી સાંભળવી પડી હતી, જો કે અવાર નવાર પાકિસ્તાનને મૂહતોડ જવાબ મળે છે છત્તા તે પોતાની હરકતમાંથી બહાર નથી આવતું.