નવી દિલ્હીઃ અમેરિકી ગુપ્તચર સંસ્થાએ અમેરિકન કોંગ્રેસને કહ્યું કે, પહેલાની સરખામણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનના કથિક ઉશ્કેરણીનો વધારે સૈન્ય દળની સાથે જવાબ આપી શકે છે. નેશનલ ઈન્ટેલિજેન્સ નિદેશન કાર્યાલય તરફથી જાહેર અમેરિકી ગુપ્તચર સમુદાયની વાર્ષિક જોખમ આંકલનમાં કરવામાં આવી હતી.
આ આકલનમાં કહેવામાં આવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંકટ વિશેષ સ્વરૂપથી ચિંતાનો વિષય છે. પરમાણુ શક્તિ સંપન્ન દેશો વચ્ચે કોઈ પણ પ્રકારનો ટકરાવ ખતનાર હોય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાનના ભારત વિરોધી ચરમપંથી જૂથોને સમર્થન આપવાનો લાંબો ઈતિહાસ છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનના કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો પહેલાની સરખામણીમાં સૈન્ય દળથી જોરદાર જવાબ આપી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષો વચ્ચે તણાવ વધતા ટકરાવ ખતરો પેદા કરી શકે છે. જેના પગલે કાશ્મીરમાં હિંસક અશાંતિ પેદા થી શકે છે. તેમજ ભારતમાં આતંકવાદી હુમલો થવાની આશંકા છે. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને ચીન તરફથી સૈનિકોની તૈનાતી વધારાતા બંને દેશ વચ્ચે સશસ્ત્ર ટકરાવ થઈ શકે છે. જેથી અમેરિકી હિતોને નુકશાન થવાની આશંકા છે. આવી સ્થિતિના નિરાકરણ માટે અમેરિકી હસ્તક્ષેપની જરીરયત છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો તંગ બન્યાં છે. પાકિસ્તાન ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનો મુદ્દો ભારતે અનેક મંચ ઉપર ઉઠાવ્યો છે. તેમજ આતંકવાદી પ્રવૃતિને લઈને દુનિયાના અનેક દેશોમાં પાકિસ્તાનની છાપ પણ ખરડાઈ છે.