ભારત સરકાર દેશની સુરક્ષાને લઈને ઘણાં મોટા પગલા ઉઠાવી રહી છે. તેમા સૌથી મહત્વનું પગલું અમેરિકા સાથે થઈ રહેલા સંરક્ષણ સોદા છે. મોદી સરકારના બીજા કાર્યકાળના પૂર્વાર્ધમાં જ અમેરિકા પાસેથી લગભગ 10 બિલિયન ડોલર એટલે કે લગભગ 6 ખરબ રૂપિયાના હથિયારોના સોદા થવા જઈ રહ્યા છે.
અમેરિકાની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વિદેશી સૈન્ય વેચાણા કાર્યક્રમ હેઠળ સોદા કરવા જઈ રહ્યા છે. તેના માટે સંરક્ષણ અધિગ્રહણ પરિષદ – ડીએસીની રચના કરવામાં આવી છે. તેની અધ્યક્ષતાની જવાબદારી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને સોંપવામાં આવી છે. જાણકારી પ્રમાણે, આ પરિષદે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે, ભારતે આ મોટી ખરીદીની દિશામાં પહેલું પગલું આગળ પણ વધાર્યું છે. ગત સપ્તાહે અમેરિકા પાસેથી આઠ લોંગ રેન્જ મેરિટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ પી-8આઈની ખરીદી પર આખરી મ્હોર લગાવી દેવામાં આવી હતી. ભારતે પહેલા પણ આ શ્રેણીના વિમાન ખરીદ્યા હતા. પરંતુ તે પી-12 હતા, પરંતુ આની રેન્જ વધારે છે. અમેરિકાના વિમાન આગામી ઓગસ્ટ માસ સુધીમાં ભારતને મળી જશે.
આ વિમાનની ખૂબી છે કે તે સેન્સર, હારપૂન બ્લોક-2 મિસાઈલ, એમકે-5 લાઈટ ટોરપીડો અને રોકેટ જેવી નવી તકનીકથી સજ્જ છે. આ સબમરીનને ડિટેક્ટ કરીને સમાપ્ત કરવાની ક્ષમતા પણ ધરાવે છે. સેના પાસેથી મળેલી એક જાણકારી પ્રમાણે, નૌસેના એક ડઝનથી વધારે પી-8આઈ વિમાન ખરીદવાની પુષ્ટિ કરી ચુકી છે.
આવી રીતે ભારતની 2.5 અબજ ડોલરની 30 સશસ્ત્ર સી ગાર્જિયન (પ્રીડેટર-બી) ડ્રોનની ખરીદી પર સંમતિ પણ સધાઈ છે. તે નૌસેના અને વાયુસેનાને આપવામાં આવશે. આ મામલો પણ ડીએસીને મોકલવામાં આવ્યો છે.
તેની સાથે જ 24 નવેલ મલ્ટી રોલ એમએચ-60 રોમિયો હેલિકોપ્ટરની 2.6 અબજ ડોલરની ડીલ થશે. જણાવવામાં આવે છે કે તે ખાસ કરીને દિલ્હીની સુરક્ષા માટે ખરીદવામાં આવશે. જણાવવામાં આવે છે કે નેશનલ એડવાન્સ સરફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમ-2ની લગભગ એક બિલિયન ડોલર અને છ અપાચે હેલિકોપ્ટરની 930 મિલિયન ડોલરમાં ખરીદીને લઈને પણ સંમતિ બની છે. તેના દ્વારા દિલ્હીને સંપૂર્ણપણે પેક રાખવામાં આવશે. દિલ્હીમાં કોઈપણ પ્રકારની ઘટનાની આહટ માત્રથી આ સંરક્ષણ પ્રણાલી કામ કરવાનું શરૂ કરી દેશે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર અને ઈમિગ્રેશન પર ઘણા પ્રકારના તણાવના અહેવાલ આવી રહ્યા છે. એટલું જ નહીં, ઓક્ટોબર-2018માં રશિયા સાથે એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ ખરીદયા બાદ પણ અમેરિકાએ ભારત સાથેના સંબંધો આકરા કરી લીધા હતા. જો કે તેના પછી પણ માર્ચ -2019માં ભારતે પરમાણુ ક્ષમતાવાળી હુમલાખોર સબમરીન અકુલા-1ને દશ વર્ષની લીઝ પર રશિયા પાસેથી લીધી હતી. ત્યારે એ માનવામાં આવતું હતું કે હવે ભારત અને અમેરિકાના સંબંધો વધુ ખરાબ થઈ શકે છે. આ મામલાને આખરે ઉકેલી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે કે આગામી મંગળવારે અમેરિકાને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારતની મુલાકાતે આવી રહ્યા છે.