ભારતે આ દેશ સાથે ખાસ મિત્રતા નિભાવી, ચોખાની નિકાસ પર બેન હોવા છત્તા ચોખાની નિકાસ કરશે ભારત
આવી સ્થિતિમાં આ ખાસ સંબંધને ધ્યાનમાં રાખીને ભારતે સિંગાપોરની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચોખાની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ટૂંક સમયમાં ઔપચારિક આદેશો જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કેલ દેશની સરકારે અગાઉ નોન-બાસમતી સફેદ ચોખા અને તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, તાજેતરમાં જ ભારતે પરબેલા ચોખાની નિકાસ પર 20 ટકા નિકાસ ડ્યુટી લાદી છે. આ સાથે 1 લાખ રૂપિયા પ્રતિ ટનથી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભારતીય બજારમાં તાજેતરના દિવસોમાં ચોખાના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સરકારે ચોખાના ભાવ નિયંત્રણમાં રાખવા અને ખાદ્ય સુરક્ષા માટે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત દર વર્ષે 40 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરે છે. ભારત દર વર્ષે લગભગ 40 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરે છે. ભારતની કુલ ચોખાની નિકાસમાં બાસમતી ચોખાનો હિસ્સો લગભગ ત્રણ ચતુર્થાંશ છે. આ જ કારણ છે કે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી વિશ્વના ઘણા દેશો મુશ્કેલેમીમ છે.અમેરિકામાં પણ હાલ ચોખાની અછત વર્તાઈ રહી છે.