Site icon Revoi.in

ભારતે નીભાવ્યો પડોશી ધર્મઃ પાકિસ્તાન બાદ બાંગ્લાદેશી નાગરિકોને પણ યુક્રેનમાંથી બહાર કાઢ્યાં

Social Share

નવી દિ લ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં હજારો ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકારે આ ઓપરેશન દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ સિવાય ઘણા દેશોના નાગરિકોને બચાવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા નવ બાંગ્લાદેશી નાગરિકોને ભારત સરકારી યુદ્ધની પરિસ્થિતિમાંથી સહિસલામત બહાર કાઢ્યાં હતા. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર તાજેતરમાં ઓપરેશન ગંગા હેઠળ બાંગ્લાદેશના 9 નાગરિકોને યુક્રેનમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશના નાગરિકોને બચાવવા માટે પીએમ મોદીનો આભાર માન્યો છે. અગાઉ ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીની અસમા શફીકને પણ ભારત સરકાર દ્વારા બચાવી લેવામાં આવી છે. અસ્મા શફીકે ભારત સરકાર અને પીએમ મોદીના વખાણ કર્યા છે. આસ્મા ટૂંક સમયમાં તેના પરિવારને મળવા જઈ રહી છે. અસ્માએ કહ્યું, ‘હું કિવમાં ભારતીય દૂતાવાસનો આભાર માનવા માંગુ છું. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય દૂતાવાસે અમારો સાથ આપ્યો છે. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું. ભારતીય દૂતાવાસના કારણે અમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી જઈશું.

વિદેશ મંત્રાલયે કહ્યું કે યુક્રેનથી લગભગ 18,000 ભારતીય નાગરિકોને વિશેષ ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. યુક્રેનના પડોશી દેશોમાંથી 410 ભારતીય નાગરિકોને બે વિશેષ વિમાનો દ્વારા લાવવામાં આવ્યા હતા.