Site icon Revoi.in

કોરોનાના નવા વેરિએન્ટને લઈને સતર્કતા દાખવા ભારતે 12 દેશોથી આવતા યાત્રીઓનું સ્ક્રિનિંગ ફરજિયાત કર્યું

Social Share

દિલ્હીઃ- વિશ્વભરમામં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દક્ષિણ આફ્રીકાના દેશોમાં મળી આવેલા આ કોરોનાના નવા પ્રકારને લઈને અનેક દેશોે તેમની ત્યાથી આવતા યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીઘો છે ,બ્રિટન અમેરિકા ત્યાર બાદ હવે ભારતે પણ સતર્કતા દાખવીને યાત્રીઓનું સ્ક્રિંનિંગ કરવાનું શરુ કર્યું છે.

કોરોનાના આ જીવલેણ પ્રકારને રોકવા માટે, ભારત સરકારે દક્ષિણ આફ્રિકા, બ્રિટન, હોંગકોંગ અને બોત્સ્વાના સહિત 12 દેશોના નામ જારી કર્યા છે, જ્યાંથી આવનારા હવાઈ પ્રવાસીઓની સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવી છે. આ તમામ મુસાફરોએ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

આ પહેલા  આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે કોરોના વેરિઅન્ટ ઓમિક્રોનના ત્રણ દેશોમાં ઘણા કેસો બહાર આવ્યા છે. ત્રણ બોત્સ્વાનામાં ત્રણ, દક્ષિણ આફ્રિકામાં છ અને હોંગકોંગમાં એક કેસ નોંધાયો છે.

ભારતના પ્રવાસીઓ માટે જે 12 દેશોમાંથી સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે તેમાં દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, ઇઝરાયેલ, હોંગકોંગ, યુકે સહિતના યુરોપના દેશોનો સમાવેશ થાય છે.આ વેરિઅન્ટના સામે આવ્યા પછી, વિઝા પ્રતિબંધો હળવા થવાની સાથે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાની શરૂઆત ફરી એકવાર પ્રભાવિત થઈ શકે છે. આરોગ્ય વિભાગના મતે જો કડકતા નહીં લેવામાં આવે તો જાહેર આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.