Site icon Revoi.in

આ મહિનામાં ભારતને મળી જશે રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ

Social Share

દિલ્લી: ચીન દ્વારા ભારતની બોર્ડર પર થતી હલચલને રોકવા માટે તથા કોઈ પણ સમયે શત્રુ દેશના હૂમલાને વળતો જવાબ આપવા માટે ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનું નક્કી કર્યું હતુ. ભારતના રશિયા સાથેના આ સોદા પર ગુરૂવારે રશિયાના સરકારી શસ્ત્ર નિકાસકાર રોસોબોરાન એક્ષ્પોર્ટનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ભારતને આ મિસાઇલ સિસ્ટમ્સ ઓક્ટોબર-ડિસેમ્બર સુધીમાં મળી જશે. કંપનીના્ં સીઈઓ એલેક્ઝાન્ડર મિખેયેવે જણાવ્યું કે, નક્કી કરેલા સમય મુજબ બધુ ચાલી રહ્યું છે.
ભારતને રશિયા તરફથી ટૂંક સમયમાં S-400 મિસાઇલ સિસ્ટમની પ્રથમ ખેપ પ્રાપ્ત થવાની છે. અને તેના પર તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે.
જાણકારો અનુસાર S-400 એ રશિયાની સૌથી અદ્યતન સપાટીથી હવામાં માર કરનારી લાંબા અંતરની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ 400 કિલોમીટરનાં અંતરથી દુશ્મન વિમાનો, મિસાઇલો અને ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે.
એજન્સી અનુસાર, ભારતીય નિષ્ણાતો રશિયા પહોંચી ગયા છે અને જાન્યુઆરી 2021માં S-400 સંબંધિત તાલીમ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2018માં, ભારતે રશિયા સાથે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનાં પાંચ યુનિટ પાંચ અબજ ડોલરમાં ખરીદવાનાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધની ધમકી આપવામાં આવી હોવા છતાં ભારતે આ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.