Site icon Revoi.in

કેરળમાં ચોમાસુ પ્રવેશ્યું, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Social Share

બેંગ્લોરઃ દેશભરમાં આકરી ગરમી અને હીટવેવના કારણે લોકોની હાલત કફોડી બની છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે (30 મે) કેરળમાં પ્રવેશ્યું છે. ચોમાસુ હવે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાતી તોફાન રામલને કારણે પૂર્વોત્તર ભારતમાં વરસાદ થઈ ચૂક્યો છે, જે ચોમાસાના આગમન સાથે વધવા જઈ રહ્યો છે.

હવામાન વિભાગે કહ્યું છે કે, આ વખતે ચોમાસું સમય પહેલા કેરળ પહોંચી ગયું છે. જેના કારણે કેરળમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાસ્તવમાં, થોડા દિવસ પહેલા જ ચક્રવાતી તોફાન રામલનું આગમન થયું હતું, જેના કારણે ચોમાસાનો પ્રવાહ ઝડપથી બંગાળની ખાડીમાં પહોંચી ગયો હતો. આ જ કારણ છે કે હવે ઉત્તર-પૂર્વ તરફ પણ વાદળો વધવા લાગ્યા છે. રામલના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત ઉત્તર-પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં શનિવારથી વરસાદ જોવા મળી રહ્યો છે.

IMD એ બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. વિભાગે આશા વ્યક્ત કરી હતી કે ચોમાસું સમય પહેલા આવી જશે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, 31 મે સુધીમાં ચોમાસું આવવાની ધારણા છે. જો કે ચોમાસું 30 મેના રોજ જ આવી ગયું છે. બુધવારથી કેરળના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસું સામાન્ય રીતે 5 જૂનથી અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામ જેવા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પ્રવેશ કરે છે, જેના કારણે કોચી અને તિરુવનંતપુરમ શહેરોમાં પાણી ભરાઈ જાય છે. જો કે, વાદળો ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાના કારણે એકાદ-બે દિવસમાં અહીં ચોમાસાના વાદળો આવી જાય તેવી ધારણા છે. IMD એ આશા વ્યક્ત કરી છે કે દક્ષિણ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, બંગાળની ખાડીના વિવિધ ભાગોમાં ચોમાસું આગળ વધશે. આ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.