Site icon Revoi.in

ભારતઃ 14,500થી વધારે શાળાઓને પ્રધાનમંત્રી સ્કૂલ સ્વરૂપે વિકસાવવામાં આવશે

An empty classroom at Chief Dumile Senior Secondary School in Bizana. The school had one of the worst matric pass rates last year. Picture : ALAN EASON. 26/11/09. ©Daily Dispatch

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજના – પીએમ શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા)ને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર સરકાર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર/સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત વર્તમાન શાળાઓને મજબૂત કરીને પ્રધાનમંત્રી શ્રી શાળાઓ સ્વરૂપે સમગ્ર દેશમાં 14,500થી વધારે શાળાઓનાં વિકાસ માટે નવી યોજના હશે.

પ્રધાનમંત્રી શ્રી શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નાં તમામ ઘટકોનું પ્રદર્શન કરશે, ઉદાહરણરૂપ શાળાઓ તરીકે કામ કરશે અને તેની આસપાસની અન્ય શાળાઓને માર્ગદર્શન પણ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓ વિદ્યાર્થીઓનાં જ્ઞાનાત્મક વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે તથા 21મી સદીનાં મુખ્ય કૌશલ્યોથી સજ્જ સંપૂર્ણ અને સુગ્રથિત વ્યક્તિઓનું સર્જન કરવા અને તેમનું સંવર્ધન કરવા આતુર રહેશે.

પ્રધાનમંત્રી શ્રી શાળાઓની યોજનાનો અમલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના સ્વરૂપે કરવામાં આવશે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 27360 કરોડ છે, જેમાં વર્ષ 2022-23થી વર્ષ 2026-27 સુધીનાં પાંચ વર્ષના ગાળા માટે રૂ. 18128 કરોડનો કેન્દ્રીય હિસ્સો સામેલ છે.

પ્રધાનમંત્રી શ્રી સમાન, સર્વસમાવેશક અને આનંદદાયી શાળાનાં વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે, જે વિવિધ પૃષ્ઠભૂમિ, બહુભાષી જરૂરિયાતો અને બાળકોની વિવિધ શૈક્ષણિક ક્ષમતાઓનું ધ્યાન રાખશે તથા તેમને નવી શિક્ષણ નીતિ- એનઇપી 2020નાં વિઝન મુજબ તેમની પોતાની શીખવાની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનાવશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓ તેમના સંબંધિત પ્રદેશોની અન્ય શાળાઓને માર્ગદર્શન પ્રદાન કરીને નેતૃત્વ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી શ્રી શાળાઓને ગ્રીન સ્કૂલ્સ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં સૌર પેનલ્સ અને એલઇડી લાઇટ્સ, કુદરતી ખેતી સાથે પોષણ વન- ન્યૂટ્રિશન ગાર્ડન, વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિક ફ્રી, જળ સંરક્ષણ અને સંચય, પર્યાવરણનાં સંરક્ષણ સાથે સંબંધિત પરંપરાઓ/પદ્ધતિઓનો અભ્યાસ, આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત હેકેથોન અને સ્થાયી જીવનશૈલી અપનાવવા જાગૃતિ પેદા કરવા જેવાં પર્યાવરણને અનુકૂળ પાસાંઓ સામેલ હશે.

આ શાળાઓમાં અપનાવવામાં આવેલા શિક્ષણશાસ્ત્ર વધારે પ્રાયોગિક, સાકલ્યવાદી, સંકલિત, રમત/રમકડાં આધારિત (ખાસ કરીને પાયાનાં વર્ષોમાં) તપાસ-સંચાલિત, શોધલક્ષી, શીખનાર-કેન્દ્રિત, ચર્ચા-આધારિત, લવચીક અને આનંદપ્રદ હશે. દરેક ગ્રેડમાં દરેક બાળકનાં શીખવાનાં પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તમામ સ્તરે મૂલ્યાંકન વૈચારિક સમજણ અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનના ઉપયોગ પર આધારિત હશે અને તે યોગ્યતા-આધારિત હશે.

ઉપલબ્ધ સંસાધનોનું મૂલ્યાંકન અને દરેક ડોમેન્સ માટે ઉપલબ્ધતા, પર્યાપ્તતા, યોગ્યતા અને ઉપયોગની દ્રષ્ટિએ તેની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના મુખ્ય કામગીરી સૂચકાંકોને વ્યવસ્થિત અને આયોજિત રીતે પૂર્ણ કરવામાં આવશે. રોજગારીની ક્ષમતા વધારવા અને રોજગારીની શ્રેષ્ઠ તકો પ્રદાન કરવા ક્ષેત્ર કૌશલ્ય પરિષદો અને સ્થાનિક ઉદ્યોગ સાથે જોડાણની શોધ કરવામાં આવશે.

સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક (એસક્યુએએફ) વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં પરિણામોને માપવા માટે ચાવીરૂપ કામગીરીના માપદંડો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ઇચ્છિત ધોરણોને સુનિશ્ચિત કરવા માટે નિયમિત અંતરાલમાં આ શાળાઓનું ગુણવત્તા મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે.

(PHOTO-FILE)