Site icon Revoi.in

ભારતઃ 50 ટકાથી વધારે લોકો વસતી નિયંત્રણ કાયદાની તરફેણમાં, સર્વેમાં ખુલાસો

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે વસતી નિયંત્રણના કાયદા અંગે કવાયત શરૂ કરી છે. જેનો અનેક રાજકીય નેતાઓ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન એક સર્વેમાં 52 ટકાથી વધારે લોકોને વસતી નિયંત્રણના કાયદો સમગ્ર દેશમાં અમલી બનાવવાની તરફેણ કરી હતી. જ્યારે 38 ટકા લોકોએ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર વસતી નિયંત્રણ કાયદો લાવવાની તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ અનેક રાજ્યોએ પણ આ દિશામાં વિચારણા શરૂ કરી છે. જ્યારે કેટલાક સંગઠનો અને રાજકીય નેતાઓ આ કાયદા વિરોધ નોંધાવી રહ્યાં છે. દરમિયાન IANS-CWOTER લાઈવ ટ્રેકર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું છે કે આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ કરવાનો સમય આવી ગયો છે. તેના જવાબમાં 52.14 ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો હતો. જ્યારે 38.03 ટકા લોકોએ ઈન્કાર કર્યો હતો. આ સર્વેમાં 1225 લોકો સામેલ થયાં હતા.

આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલની વધી રહેલી કિંમતો વચ્ચે ગડકરીને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવા જોઈએ કે શું, તેમાં 49.6 ટકા લોકોએ ગડકરીને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવા કહ્યું હતું. આ ઉપરાંત 34.5 ટકા લોકોએ નવા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને સમર્થન આપ્યું હતું.

આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેટલીક રાજકીય પાર્ટીઓએ વિજળી મફત આપવાનો વાયદો કર્યો છે. આ અંગે સર્વેમાં 50.29 ટકા લોકોએ કહ્યું હતું કે, મફત વીજળીનો વાયદો માત્ર ચૂંટણી જીતવાની એક ફોર્મ્યુલા છે. જ્યારે 35.28 ટકા લોકોએ કહ્યું કે, મફત વિજળીના વાયદાથી કોઈ પક્ષ જીતી ના શકે.