Site icon Revoi.in

ભારત રસીકરણ વિશે સૌથી વધુ જાગૃત, 98 ટકા વયસ્કો કોરોનાની રસી મેળવવા માંગે છે- સર્વે

Social Share

દિલ્હીઃ- છેલ્લા 2  વર્ષથી સતત  ચાલી રહેલી કોરોનાની મહામારીમાં રસીકરણે મહત્વનો ભાગ ભજવ્યો છે, દેશમાં મોટા પાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે જે અતંર્ગત કોરોનાના કેસોની સંખ્યા ઘટાડવામાં ભારત સફળ રહ્યું છે,કોરોના રસીકરણને લઈને ભારતમાં સતત ચલાવવામાં આવી રહેલા જાગૃતિ અભિયાનની ઘણી અસર લોકો પર જોવા મળી રહી છે.

દેશમાં રસીકરણના મ મામલે IANS-CVoter કોવિડ વેક્સિન ટેકર સર્વે કરવામાં આવ્યો છે જે  મુજબ, ભારતમાં રસી મેળવવા માંગતા લોકોની સંખ્યા સૌથી વધુ છે. અહીંની 98 ટકા પુખ્ત વસ્તી રસી મેળવવા માંગે છે.તેવો ર્વેમાં ખુલાસો થયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓની જો વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 89 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ પછી, દેશમાં કોરોના રસીકરણની સંખ્યા 133 કરોડ પર પહોંચી ગઈ છે. જેમાં 90 કરોડ પુખ્ત વસ્તીમાંથી 81 કરોડથી વધુ લોકોને કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.

આ બાબતે CVoter Covid Vaccine Trackerના સર્વે પ્રમાણે, 90 કરોડમાં હજુ સુધી રસી ન લગાવેલ નવ કરોડ લોકોમાંથી 7.5  કરોડ લોકો કોરોનાની રસી લેવા માંગે છે. જેમાં માત્ર 1.5 કરોડ લોકોએ જ રસીકરણને લઈને બહાના બનાવે છે આ સર્વે અનુસાર, કોવિડ-19 રસીનું બહાનું બતાવનારા 1.5 કરોડ લોકો પણ રસી ન લેવા અંગે એટલા કઠોર તો નથી.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો આ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે તો તેઓ પણ કોરોના રસીકરણ કરાવવા માટે તૈયાર થઈ જશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં દર રોજ 60 થી 70 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ભારતમાં આ માટે હર ઘર દસ્તક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર આ મહિનાના અંત સુધીમાં પુખ્ત વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ સંપૂર્ણ રીતે સંચાલિત કરવાનું લક્ષ્ય રાખે છે.