ભારત વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે, દ્રૌપદી મુર્મુએ એલ્જીરિયામાં ભારતીય સમુદાય સાથે કર્યો સંવાદ
અલ્જિયર્સ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જેરિયાની રાજધાની અલ્જિયર્સમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર અને ભારતીય સમાજે વિદેશમાં ભારતની સ્થિતિ, પ્રતિષ્ઠા અને સન્માન વધારવામાં ભારતીય સમુદાયની ભૂમિકાને હંમેશા મહત્વ આપ્યું છે. મુર્મુ તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ ચરણમાં રવિવારે સાંજે અલ્જિયર્સ પહોંચ્યાં હતા. આફ્રિકા સાથે સંબંધો મજબૂત કરવા માટે ભારતીય રાષ્ટ્રપતિની આ પ્રથમ મુલાકાત છે.
રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાદજીદ તેબ્બુને મળશે. મુર્મ ભારતીય કંપની શાપૂરજી પલોનજી દ્વારા બનાવવામાં આવેલ કિંગ અબ્દુલ્લા સાયન્સ એન્ડ ટેક્નોલોજી સેન્ટરની પણ મુલાકાત લઈ શકે છે. રાષ્ટ્રપતિ મુર્મુજી અલ્જિયર્સ પહોંચ્યા પછી તરત જ, તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલી પોસ્ટ કરવામાં આવતી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ અલ્જીયર્સમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અલ્જીરિયામાં ભારતીય સમુદાય ભારતના હિતોને આગળ વધારી રહ્યાં છે.
રાષ્ટ્રપતિ દ્રૌવદી મુર્મુએ જણાવ્યું હતું કે, “1.4 અબજ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી, અમે આશાઓ અને આકાંક્ષાઓની નવી સફર શરૂ કરી રહ્યા છીએ, ભારત વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે, અલ્જેરિયા અને વિદેશોમાં આપણા ભારતીય સમુદાયની સદભાવના અને સમર્થનને અવગણી શકાય નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભારતનો વિકાસ અને અલ્જીરિયાની તાકાત આપણા સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. મુર્મુએ યાદ કર્યું કે કેવી રીતે ભારતે સંસ્થાનવાદનો વિરોધ કરીને અલ્જેરિયાના સ્વાતંત્ર્ય સંગ્રામને શરૂઆતથી જ ટેકો આપ્યો હતો અને કેવી રીતે ભારતીય નેતાઓના અલ્જેરિયાના નેતાઓ સાથે ગાઢ અંગત સંબંધો હતા.