ભારત એનસીએપી ક્રેશ ટેસ્ટના પરિણામો વર્ષના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા
નવી દિલ્હીઃ ભારત સરકારના ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (બીએનસીએપી) એ ક્રેશ ટેસ્ટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દીધો છે, જેનું પરિણામ આવતા સપ્તાહના અંત સુધી અથવા આ મહિનાના અંત સુધીમાં અપેક્ષિત છે. આનાથી ગ્રાહકોને ખરીદીના વધુ સારા નિર્ણયો લેવામાં મદદ મળશે. ભારત એનસીએપી પરીક્ષણ 15 એક્ટોમ્બરથી શરુ થવાનું હતુ, પરંતુ રજાઓના કારણે 15 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી, જ્યારે પરિક્ષણ એજન્સિઓએ તેના મુલ્યાંકનો પહેલાથી જ સબમીટ કરી દીધા છે. 1 થી 5 સુધી સ્ટાર રેટિંગ સૌંપવાની ઔપચારીત પ્રક્રિયાની જાહેરાત કેન્દ્રિય સડક પરિવહન સંસ્થા (સીઆઈઆરટી) પુણે કરશે, જે કાર ઈવેલ્યુએશન સ્કીમ માટે પ્રોગ્રામ મેનેજર છે.
- ભારત એનસીએપી પરિણામ
રોડ ટ્રાન્સપોટ અને હાઈવે મંત્રાલયના અધિક સચિવ મહેમૂદ અહમદે જણાવ્યું હતું કે સરકારનો બીએનસીએપી પ્રોગ્રામ ટ્રેક પર છે. આશા રાખીએ છીએ કે શક્ય તેટલું વહેલા પરિણામ જાહેર થાય, જે આ સપ્તાહ કે વર્ષના અંત પહેલા જાહેર થઈ શકે છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓ એક મેગા ઈવેન્ટ કરવાનું વિચારી રહ્યા છે. જેમાં રોડ ટ્રાન્સપોટ મંત્રી નીતિશ ગડકરી અને ભારત એનસીએપીના અધિકારીઓના રેર્ટિંગની ઘોષણા કરવાની સંભાવના છે. દરમિયાન એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, 30 થી વધુ મોડેલ પરિક્ષણ માટે નામાંકિત કરવામાં આવ્યા છે અને એક બીએનસીએપી પરિક્ષણની કિંમત 60 લાખ રૂપિયો હશે.