ભારત હવે ડ્રોન ગુરુ બનવાના મામલે વધી રહ્યું છે આગળ – 20 દેશોની ઈનોવેશન એડેપ્ટરની યાદીમાં ભારત 17મા સ્થાને
દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે આગળ વધતો જઈ રહ્યો છે કેન્દ્ર સરકારના અથાગ પ્ર.ત્નો હેછળ ભારત હવે વિદેશને ટક્કર આપી રહ્યો છે ત્યારે હવે ડ્રોન વિકસાવવામના મામલે પણ 20 દેશોમાં ભારતે 17મુ સ્થાન પ્રાપ્પત કર્યું છે. એટલે એમ કહેવું ખોટૂ નથી કે ભારત ભવિષ્યમાં ડ્રોન ગુરુ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે.
દેશ જો કે હાલ પણ સાયબર સુરક્ષાના મોરચે દેશ પાછળ જોવા મળે છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રીક શો દ્વારા બહાર પાડવામાં આવેલ રેન્કિંગમાં આ વાત સામે આવી છે. કન્ઝ્યુમર ટેક્નોલોજી એસોસિએશનએ યુએસ શહેર લાસ વેગાસમાં ઇન્ટરનેશનલ ઇનોવેશન સ્કોરકાર્ડ બહાર પાડ્યું છે.
આ રિપોર્ટ પ્રમાણે 20 દેશોની ઈનોવેશન એડેપ્ટરની યાદીમાં ભારતને 17મું સ્થાન મળ્યું છે. ટેલીહેલ્થ અને ડ્રોન સહિત કુલ ચાર પોઈન્ટ છે, જેમાં ભારતને A અથવા A+ મળ્યો છે. ટેલિહેલ્થમાં ભારતને A+ મળ્યો છે. ડ્રોન, ડિજિટલ એસેટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતે A મેળવ્યું છે.
આ સાથે જ ભારત સાયબર સુરક્ષાના મોરચે નિષ્ફળ દેશોમાંથી એક સાબિત થઈ રહ્યો છે. ટેક્નોલોજી, ઈનોવેશન, પોલિસી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા 15 પોઈન્ટના આધારે ભારતે સ્કોર કાર્ડમાં એકંદરે 2.186નો સ્કોર હાંસલ કર્યો છે.
આ સાથે જ વર્ષ 2030 સુધીમાં ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું ડ્રોન માર્કેટ બની જશે,એક અનુમાન અનુસાર, 2027 સુધીમાં ભારતમાં પાંચ લાખ ડ્રોન પાઇલટ્સની જરૂર પડશે. અમેરિકા અને ચીન પછી ભારત 2030 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડ્રોન માર્કેટ બની જશે.
ભારતને નીતિ સ્વતંત્રતા માટે B પ્લસ, માનવ સંસાધન માટે C, ટેક્સ સુસંગતતા માટે D પ્લસ અને વિવિધતા માટે D માઇનસ મળ્યું છે. ભારતને સંશોધન અને વિકાસમાં રોકાણ માટે C સ્કોર આપવામાં આવ્યો છે. ઓગસ્ટ 2021 અને ફેબ્રુઆરી 2022 વચ્ચે ભારતમાં ડ્રોન સ્ટાર્ટઅપ્સમાં 34.4 ટકાનો વધારો થયો છે. હાલમાં દેશમાં લગભગ 221 નોંધાયેલા ડ્રોન સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.