- અફઘાનની ઘટનાઓની મધ્ય એશિયા પર અસર પડી શકે છે
- સંયૂક્ત રાષ્ટ્રને ભારતે ચેતવ્યું
દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્રારા થઈ રહેલા અત્યાચારો તથા આતંકી પ્રવૃત્તિઓની અસર મધ્યએશિયા પર પણ પડી શકે છે. આ મામલે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રને ચેતવણી આપી છે. યુએનમાં ભારતીય રાજદૂતે અફઘાનમાં થી રહેલી ઘટનાઓને ટાંકીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પશ્ચિમ એશિયાના ક્ષેત્ર પર વ્યાપક અસર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2021માં 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનો એ ફરી કબજે કર્યો છે. વિશ્વના ઘણા દેશો હજુ પણ તાલિબાની સરકારને માન્યતા આપી રહ્યા નથી, તાલિબાનીઓ એ અહીં અમેરિકન સેનાની હકાલપટ્ટી બાદ સત્તા સંભાળી હતી. અનેક પ્રતિબંધોને કારણે દેશમાં આર્થિક અને સામાજિક સંકટની સાથે આતંકવાદનું ભયાનક જોખમ સર્જાય રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સીએસટીઓ માં આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે. સંસ્થા તેની સ્થાપનાની 20મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.
ભારતીય રાજદૂતે આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનમાં થયેલા વિકાસની નોંધ લેવા વિનંતી કરી છે. આ વિકાસને કારણે મધ્ય એશિયાના દેશોને અસર થશે તેમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ખૂબ વણસી રહી છે. ઑગસ્ટના મધ્યમાં તાસિબાનીના જૂથે કાબુલ પર કબજો મેળવ્યો ત્યારથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, અફઘાન સંપત્તિઓ જપ્ત કરવી અને વિદેશી સહાય બંધ થવાની ભારે અસર થઈ છે.
ત્યારે હવે ભારતે આ મામલે ફરી એક વખત યૂએનને ચેતવણી આપી છે,ભારતના સ્થાયી દૂત ટીએસ તિરુમૂર્તિએ વિતેલા દિવસને બુધવારે સુરક્ષા પરિષદનું ધ્યાન અફઘાનિસ્તાનમાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને ડ્રગની હેરાફેરીના વધતા જોખમ તરફ દોર્યું હતું. તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદમાં ‘સંયુક્ત રાષ્ટ્ર અને સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન વચ્ચે સહકાર’ પર ચર્ચામાં ભાગ લેતા આ વાત કહી હતી.