1. Home
  2. ગુજરાતી
  3. ભારત કે પાકિસ્તાન, કયા દેશના બેટ્સમેનોએ ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે? જાણો..
ભારત કે પાકિસ્તાન, કયા દેશના બેટ્સમેનોએ ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે? જાણો..

ભારત કે પાકિસ્તાન, કયા દેશના બેટ્સમેનોએ ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે? જાણો..

0
Social Share

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે ક્રિકેટની શરૂઆત 5 જાન્યુઆરી, 1971ના રોજ થઈ હતી. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ રમાઈ હતી. આ ફોર્મેટમાં ઘણા બેટ્સમેનોએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. જો આપણે ODIમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની વાત કરીએ તો આમાં ભારત અને પાકિસ્તાનના બેટ્સમેનોનો દબદબો રહ્યો છે.

શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તે લાંબો સમય પાકિસ્તાન માટે ક્રિકેટ રમ્યો છે. તેની દમદાર બેટિંગને કારણે તેના ચાહકોએ તેને બૂમ-બૂમ નામ આપ્યું છે. આફ્રીદીએ વર્ષ 1996થી 2015 સુધી પોતાના વન-ડે કેરિયરમાં 351 જેટલી સિક્સર ફટકારી છે.

રોહિત શર્માઃ ભારતીય ટીમનો વર્તમાન કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન, રોહિત શર્મા આ યાદીમાં સામેલ એકમાત્ર બેટ્સમેન છે, જે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તેણે 2007માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રોહિતે 265 મેચની 257 ઇનિંગ્સમાં કુલ 331 સિક્સર ફટકારી છે. રોહિતે ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે ત્રણ સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાના ક્રિસ ગેલના રેકોર્ડને પણ તોડ્યો હતો. સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત બીજા ક્રમે છે.

મહેન્દ્ર સિંહ ધોનીઃ ભૂતપૂર્વ ભારતીય સુકાની અને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશર એમએસ ધોનીએ ઘણી મેચોમાં છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીતની ઉંબરે પહોંચાડી છે. તેણે 2004 થી 2019 સુધીની તેની ODI કારકિર્દીમાં કુલ 350 મેચ રમી હતી, જેમાં તેણે 297 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 229 છગ્ગા ફટકાર્યા હતા. ઉપરાંત, ધોની ભારતનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ભારત માટે 3 ICC ટ્રોફી જીતી છે. ધોની વન-ડેમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે છે.

સચિન તેંડુલકરઃ આ યાદીમાં પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન સચિન તેંડુલકરનું નામ 9માં નંબર પર છે. પરંતુ ચોગ્ગા ફટકારવાના મામલે તે નંબર વન પર છે. તેંડુલકરે 1989 થી 2012 સુધી તેની કારકિર્દીમાં કુલ 463 ODI મેચ રમી હતી, જેમાં તેણે 452 ઇનિંગ્સમાં 195 સિક્સર ફટકારી હતી. તેંડુલકર એવો ખેલાડી છે જેણે ભારતમાં અને વિશ્વમાં સૌથી વધુ વખત વર્લ્ડ કપ રમ્યો છે.

સૌરવ ગાંગુલીઃ ભૂતપૂર્વ ભારતીય સુકાની અને શ્રેષ્ઠ ડાબોડી બેટ્સમેન સૌરવ ગાંગુલીએ 1992 થી 2007 સુધીની તેમની ODI કારકિર્દીમાં કુલ 311 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 300 ઇનિંગ્સમાં બેટિંગ કરતાં કુલ 190 સિક્સર ફટકારી હતી. તે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોની યાદીમાં 10માં નંબર પર છે.

ઇન્ઝમામ ઉલ હકઃ આ રેકોર્ડ લિસ્ટમાં ઈન્ઝમામ ઉલ હક 20માં નંબર પર છે. ટોપ-20માં માત્ર બે પાકિસ્તાની ખેલાડી છે. ઈન્ઝમામે આ ફોર્મેટની 378 મેચોમાં કુલ 144 સિક્સર ફટકારી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code