- ઈંગ્લેન્ડ સામે ભારતની હાર
- ટી 20 વર્લ્ડમાં ભારતનો પરાજસ
- ફાઈનલમાંથી બહાર થયું ઈન્ડિયા
દિલ્હીઃ- ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત પહોંચે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી જો કે દર્શકોને નિરાશા પ્રાપ્ત થી છે, આજે રમાયેલી સેમીફાઈનલની ઈંગલેન્ડ સામેની મેચમાં ભારતનો પરાજય થતા લોકોને હતાશા પ્રાપ્ત થી છે,ભારત ટી 20 વર્લ્ડ કપમાંથી હવે બહાર થી ગયું છે.
વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ માં આજરો ગુરુવારે એડિલેડમાં ભારતે ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી ,ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં છ વિકેટે 168 રન બનાવ્યા હતા. ત્યારે ઇંગ્લેન્ડની ટીમે 16 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 170 રન બનાવ્યા હતા.અને શાનદાર જીત મેળવી હતી હવે ઈંગલેન્ડ પાકિસ્તાન સામે ફઆઈનલમાં રમશે.
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું છે. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના જપ્રાપ્ત કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન બનાવ્યા જ્કેયારે પ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતના છ બોલરોમાંથી ચાર બોલરોએ 10થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.
એડિલેડ ઓવલમાં અત્યાર સુધી 11 T20 મેચ રમાઈ છે. તેમાંથી ટોસ જીતનારી ટીમ આ મેદાન પર એક પણ વખત જીતી શકી નથી. ભારતે અહીં બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. જો કે આજે અહી ભારતે સેમીફાઈનલમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.