- 9 લાખ જૂના સરકારી વાહનોને સ્ક્રેપમાં મોકલાશે
- આગામી સમયમાં 50 લાખ ગાડીઓ સ્ક્રેપ થશે
- આ વાહનોની કેટલીક વસ્તુઓનો અન્ય નિર્માણ કાર્યમાં થશે ઉપયોગ
- માર્ગો બનાવવા માટે જૂના ટાયરોનો ઉપયોગ થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઓટો સેક્ટરમાં હવે ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. જાપાનને પાછળ પાડીને ભારત આગળ વધ્યું છે. હવે ઓટો સેક્ટરમાં જાપાન ચોથા ક્રમે પહોંચ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલના સમયમાં દેશમાં ઓટો સેક્ટર 7.5 લાખ કરોડ છે. તે આગામી 5 વર્ષમાં બમણી થઈ શકે. આ સેક્ટર વધારેમાં વધારે રોજગારી આપનાર બની રહ્યું છે. હાલ આ સેકટરમાં લગભગ 4.5 કરોડ લોકોને રોજગારી મળે છે. આપણે આગામી દિવસોમાં ઓટો ઈન્ડસ્ટ્રીમાં જાપાનને પાછળ છોડી દીધું છે અને હવે ભારત ત્રીજા ક્રમે છે. જ્યારે જાપાન ચોથા ક્રમે પહોંચી ગયું છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, એવી સરકારી ગાડીઓ જે 15 વર્ષ જુની થઈ ચુકી છે તે તમામને સ્ક્રેપમાં મોકલી અપાશે. જેમાં લગભગ 9 લાખ જેટલા વાહનો સામેલ થાય છે. આગામી સમયમાં કુલ 50 લાખ ગાડીઓ સ્ક્રેપ થશે. સ્ક્રેપ થનાર એક વાહનમાંથી સ્ટીલ, કોપર અને રબર નીકળે છે, હાલના સમયમાં આપણો દેશ આ તમામ કન્પોનેટસ આયાત કરે છે. અમે સ્ક્રેપમાં નીકળેલા પાર્ટસનો બીજા નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાશે. જૂના ટાયરનો ઉપર માર્ગના નિર્માણમાં કરવામાં આવશે.