Site icon Revoi.in

મિસાઈલ ક્ષમતામાં પાકિસ્તાન ભારત સામે છે બચ્ચું, સૈન્યશક્તિની સરખામણી પર નજર

Social Share

પાકિસ્તાને બુધવારે રાત્રે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું સફળ પરીક્ષણ કર્યું, આ મિસાઈલની રેન્જ એટલેકે પહોંચ 290થી 320 કિલોમીટરની છે. જો કે આ મિસાઈલનો ઉપયોગ માત્ર જમીન પરથી જમીન પર પ્રહાર માટે કરી શકાય છે. ભારતની સાથે ચાલી રહેલા કૂટનીતિક તણાવોની વચ્ચે મિસાઈળ પરીક્ષણ કરીને પાકિસ્તાન ભલે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માંગતું હોય, પરંતુ મિસાઈલોની શક્તિમાં ભારતની સરખામણીએ પાકિસ્તાન ખૂબ જ વામણુ છે.

ભારતની પાસે આ રેન્જની ચાર મિસાઈલો છે. તેમા સામેલ છે- શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ પૃથ્વી-2, પૃથ્વી-3, ધનુષ અને નાના અંતરે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ. જો પાકિસ્તાન યુદ્ધ છેડે છે,  ભારતની સેનાઓ તેને લોહીના આંસુએ રડવા પર મજબૂર કરી દેશે. આવો જાણીએ ભારત અને પાકિસ્તાનની મિસાઈલ ક્ષમતા અને સૈન્ય ક્ષમતાઓની સ્થિતિ.

શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ-

ભારત-

પૃથ્વી-1 (રેન્જ- 150 કી.મી. , પેલોડ-1000 કિ.ગ્રા.)

પૃથ્વી-2 (રેન્જ- 350 કી.મી.,પોલોડ- 350-750 કિ.ગ્રા.)

પૃથ્વી-3 (રેન્જ- 300-350 કી.મી., પોલોડ-  500-1000 કિ.ગ્રા.)

ધનુષ (રેન્જ-  250-350 કી.મી.,, પોલોડ-   500-1000 કિ.ગ્રા.)        

પ્રહાર (રેન્જ-  150 કી.મી., પોલોડ-  200 કિ.ગ્રા.)

સાગરિકા (રેન્જ-  700 કી.મી., પોલોડ-   500-800 કિ.ગ્રા.)

અગ્નિ-1 (રેન્જ-  700-1200 કી.મી.,પોલોડ-  2000 કિ.ગ્રા.)

શૌર્ય (રેન્જ-  700 કી.મી., પોલોડ-  800 કિ.ગ્રા.)

પાકિસ્તાન

હત્ફ-1 (રેન્જ-  70 કી.મી, પોલોડ-  500 કિ.ગ્રા.)

હત્ફ -1એ (રેન્જ-   100 કી.મી, પોલોડ-   500 કિ.ગ્રા.)

હત્ફ -1બી (રેન્જ-100 કી.મી, પોલોડ-   500 કિ.ગ્રા.)

હત્ફ -2-અબ્દાલી (રેન્જ-180-200 કી.મી, પોલોડ-  450 કિ.ગ્રા.)

હત્ફ -2એ અબ્દાલી (રેન્જ-800 કી.મી, પોલોડ-   350 કિ.ગ્રા.)

હત્ફ -3એ ગઝનવી (રેન્જ-290-320 કી.મી, પોલોડ-  700 કિ.ગ્રા.)

હત્ફ -4 શાહીન-1 (રેન્જ-750 કી.મી, પોલોડ-   700 કિ.ગ્રા.)

હત્ફ -9 નસ્ર (રેન્જ-60 કી.મી, પોલોડ- જાણકારી અનુપલબ્ધ)

શોર્ટ રેન્જ ક્રૂઝ મિસાઈલ

ભારત

બ્રહ્મોસ (રેન્જ- 300થી500 કી.મી. પેલોડ- 300 કિ.ગ્રા.)

નિર્ભય રેન્જ- (800થી 1000 કી.મી., પેલોડ-450 કિ.ગ્રા.)

પાકિસ્તાન

હત્ફ-7 બાબર (રેન્જ- 750 કી.મી., પેલોડ- 500 કિ.ગ્રા.)

હત્ફ-8 રાદ (રેન્જ- 350 કી.મી., પેલોડ- 1000 કિ.ગ્રા.)

મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ

ભારત-

અગ્નિ- 2 (રેન્જ-2000 કી.મી., પેલોડ- 1000 કિ.ગ્રા.)

પાકિસ્તાન –

ઘોરી-2 / હત્ફ-5એ (રેન્જ-1800 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)

અબાબીલ (રેન્જ- 2200 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)

ઈન્ટરમીડિએટ બેલેસ્ટિક મિસાઈલ

ભારત-

અગ્નિ-3 (રેન્જ-3500થી 5000 કી.મી., પેલોડ- 2000થી 2500 કિ.ગ્રા.)

અગ્નિ-4 (રેન્જ-4000 કી.મી., પેલોડ- 1500થી 2500 કિ.ગ્રા.)

પાકિસ્તાન-

ઘોરી-3 (રેન્જ- 3000 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)

શાહીન-2 (રેન્જ- 2500 કી.મી. હાલ વિકસિત થવાના સ્તર પર)

શાહીન-3 (રેન્જ- 2750 કી.મી., હાલ વિકસિત થવાના સ્તર પર)

આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ

ભારત-

અગ્નિ-5 (રેન્જ- 5000 કી.મી. , પેલોડ- 1500 કિ.ગ્રા.)

અગ્નિ-6 (રેન્જ- 8000થી 12000 કી.મી. , હાલ વિકસિત થવાના સ્તર પર)

પાકિસ્તાન-

આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ ધરાવતું નથી

ભારત અને પાકિસ્તાનની સૈન્ય ક્ષમતા-

સૈન્ય ક્ષમતા        ભારત                      પાકિસ્તાન

ભૂમિસેના          12 લાખ સૈનિક             5.6 લાખ સૈનિક

ટેન્ક                 3565                      2496

વાયુસેના            1.27 લાખ સૈનિક          70 હજાર સૈનિક

ફાઈટર જેટ         814                        425

નૌસેના              67700 સૈનિક           25000 સૈનિક

એરક્રાફ્ટ કેરિયર    01                         00

સબમરીન           16                         08

ફ્રિગેટ               13                         09

યુદ્ધવિમાન          75                         08