Site icon Revoi.in

લંડનમાં ઈંડા ફેંકાયા હતા, તે પાકિસ્તાની પ્રધાને ભારત સાથે યુદ્ધની તારીખની કરી ભવિષ્યવાણી

Social Share

જમ્મુ-કાશ્મીરના મામલા પર પાકિસ્તાન ખળભળી ઉઠયું છે અને સતત તેના અંટશંટ નિવેદનબાજી કરનારા નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. ક્યારેક પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પરમાણુ યુદ્ધની ધમકી આપે છે, તો ક્યારેક તેમના પ્રધાન પણ બેફામ નિવેદનબાજી કરતા દુનિયામાં ફરી રહ્યા છે. હવે પાકિસ્તાનની સરકારમાં પ્રધાન શેખ રશીદે ફરી એકવાર ભારત સાથે યુદ્ધની ભવિષ્યવાણી કરી છે. આના સંદર્ભે પાકિસ્તાની પ્રધાને યુદ્ધની તારીખ પણ જાહેર કરી દીધી છે.

પાકિસ્તાની ન્યૂઝચેનલ દુનિયા ટીવી પ્રમાણે, બુધવારે એક સેમિનારમાં પાકિસ્તાની પ્રધાન રશીદે કહ્યુ છે કે હું ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થતું જોઈ રહ્યો છું, અને આજે અહીં કોમ (સમાજ)ને તૈયાર કરવા માટે આવ્યો છું. શેખ રશીદે કહ્યુ છે કે પાકિસ્તાની સેના પાસે જે હથિયાર છે, તે દેખાડવા માટે નહીં પરંતુ ઉપયોગ કરવા માટે છે.

પોતાના સંબોધનમાં પાકિસ્તાની પ્રધાને કહ્યુ છે કે અમે સંયુક્ત રાષ્ટ્રની સામે વારંવાર આ મામલાને ઉઠાવશે, તે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત કરશે. શેખ રશીદે કહ્યુ છે કે પાકિસ્તાન આખરી દમ સુધી કાશ્મીર માટે લડતા રહેશે. પાકિસ્તાનના એક પત્રકારે શેખ રશીદના આ નિવેદનનો વીડિયો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે શેખ રશીદ એ પ્રધાન છે, જેમના પર તાજેતરમાં લંડનમાં હુમલો થયો હતો અને ઈંડા ફેંકવામાં આવ્યા હતા. રશીદ શેખે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની વાત કરી હતી, તેના પછી જ્યારે તે લંડન પહોંચ્યા તો લોકોએ તેમને માર માર્યો અને તેમના પર ઈંડા ફેંક્યા હતા.

શેખ રશીદ સતત આ પ્રકારની નિવેદનબાજી કરા આવ્યા છે. હાલ બે દિવસ પહેલા જ તેમણે કહ્યુ હતુ કે જો ભારત તરફથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર હુમલો કરવામાં આવે છે, તો આ ભારતીય ઉપખંડનું મોટું યુદ્ધ હશે અને તેનાથી આખો નક્શો બદલાઈ જશે.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ જ્યારે પોતાના દેશને સંબોધિત કર્યો હતો, ત્યારે પણ તેમણે ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં ઈમરાને કહ્યુ હતુ કે ભારત-પાકિસ્તાન બે પરમાણુ સંપન્ન દેશ છે, એવામાં દુનિયાને એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે બંને વચ્ચે પરિસ્થિતિ બગડે નહીં.

એક તરફ પાકિસ્તાની પ્રધાન સતત યુદ્ધની ધમકી આપી રહ્યા છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાંથી જમ્મુ-કાશ્મીરના મામલા પર દખલ આપવાની અપીલ કરી રહ્યું છે. માત્ર સંયુક્ત રાષ્ટ્ર જ નહીં પાકિસ્તાન તરફથી અમેરિકા, ચીન, રશિયા, યુએઈ સહીત ઘણાં મોટા દેશો સાથે આ મામલામાં દખલ આપવાની વાત કહી છે, પરંતુ દર વખતે પાકિસ્તાનને નિરાશા હાથ લાગી છે, કારણ કે અમેરિકા હોય અથવા પછી રશિયા દરેક દેશે અનુચ્છેદ-370 પર નિર્ણયને ભારતનો આંતરીક મામલો ગણાવ્યો છે.