ભારતઃ હાઇવે પર ગતિ મર્યાદાની અંદર વાહન ન ચલાવવા બદલ દંડની જોગવાઈ
નવી દિલ્હીઃ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 112ના સંદર્ભમાં મંત્રાલયે 6 એપ્રિલ, 2018ના નોટિફિકેશન એસ.ઓ. 1522 (ઇ) દ્વારા ભારતમાં વિવિધ માર્ગો પર દોડતા મોટર વાહનોના વિવિધ વર્ગોના સંદર્ભમાં મહત્તમ ગતિ મર્યાદા નક્કી કરી છે. મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 183માં વધુ પડતી ઝડપે વાહન હંકારવા બદલ દંડની જોગવાઈઓ સામેલ છે. તેમ લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્માર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
વ્હીકલ એક્ટ, 1988માં સમાવિષ્ટ જોગવાઈઓનો અમલ અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો સંબંધિત રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટના કાર્યક્ષેત્રમાં આવે છે.