કેરીના રસિયાઓમાં ખુશી – આ વર્ષે થયુ કેરીનું ધરખમ ઉત્પાદન
- કેરીના શોખીનો માટે સારા સમાચાર
- આ વર્ષે પેટ ભરીને કેરી ખાવા મળશે
- કેરીનું થયું ધરખમ ઉત્પાદન
- ખેડૂતોને સારા ઉત્પાદનથી લાભો લાભ
કેરીના શોખીનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે તમને પેટ ભરીને કેરી ખાવા મળશે. કેસર અને હાફુસના બગીચાઓમાં આ વર્ષે મબલખ પાક થવાનો છે. અનુકૂળ ઋતુ અને વાતાવરણને પગલે આ વર્ષે કેસર અને હાફુસ તેમજ અલગ અલગ જાતની કેરી સ્વાદના શોખીનોને ખાવા મળશે.
વલસાડ,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી કેરીની આવક થાય છે.જોકે સૌથી વધુ કેરી સૌરાષ્ટ્રના સોરઠ પંથકથી ખાસ તો ગીર પંથકમાંથી કેરીની ધૂમ આવક બજારમાં ઠલવાઇ છે.
ચાલુ વર્ષે કેસર અને હાફુસ સાથે રત્નાગીરી અને પાયરી સાથે લાલબાગ કેરીની ધૂમ આવક થવાની છે. હાફુસ કેરીનું જબર ઉત્પાદન થવાની સાથે જ તે સૌરાષ્ટ્રના અલગ અલગ યાર્ડમાં ઠલવાઇ રહી છે. હાફુસ સાથે રત્નાગીરી અને લાલબાગ કેરીના બોક્સ પણ મેંગો માર્કેટમાં ઉપલબ્ધ છે, એટલું જ નહિ કેરીમાં સૌથી વધુ ડિમાન્ડિંગ કેસર કેરી પણ આ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન સાથે બજારમાં આવશે.
કેસર કેરીની સીઝન એપ્રિલ મહિનાના અંતથી લઈને જુલાઈ મહિનાના અંત સુધીની રહે છે સમય રૂપથી એપ્રિલ મહિનાથી એપ્રિલમાં કેસર કેરીની આવક બજારમાં શરૂ થાય છે.
-દેવાંશી