Site icon Revoi.in

ગૃહયુદ્ધ ગ્રસ્ત સુદાનને ભારતે 25 ટન તબીબી સહાય પુરી પાડી

Social Share

નવી દિલ્હીઃ કુદરતી આફત અને આર્થિક સહિતની મુશ્કેલીઓનો સામનો કરતા દેશની મદદ કરવા માટે હંમેશા ભારત આગળ આવે છે. હાલ સુદાન ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. દરમિયાન સુદાનની જનતા હાલ વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ભારતની સરકાર સુદાનની પ્રજાની વહારે આવ્યું છે. દરમિયાન ભારત સરકારે સુદાનના લોકોને 25 ટન તબીબી સહાય પૂરી પાડી છે. એક સ્પેશિયલ ઈન્ડિયન એરફોર્સ C-17એ ગુરુવારે તબીબી સહાય લઈને સુદાન પહોંચ્યું હતું.

ભારતીય રાજદૂત બીએસ મુબારકે સુદાનના ગવર્નર ફતહા અલહાઝ અહેમદ અને સામાજિક વિકાસ મંત્રી અહેમદ આદમ બખિતને આ તબીબી સહાય સોંપી હતી. આ અવસરે ગવર્નર મુબારકે કહ્યું કે, ભારત અને સુદાન વચ્ચે સ્વાસ્થયના ક્ષેત્રે મજબૂત સહયોગ છે અને  ભારતે હંમેશા કટોકટીના સમયમાં સુદાનને સાથ આપ્યો છે. આ ઉપરાંત, રેડ સી સ્ટેટના ગવર્નર ભારત સરકારના તેના ઉદાર સમર્થન બદલ આભાર માન્યો છે. તો, સામાજિક વિકાસ મંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારની આ તબીબી સહાય સુદાનની ઘણી હોસ્પિટલોને તેમના દર્દીઓની સેવા કરવામાં મદદ કરશે.

સુદાનમાં ગ્રુહ યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે તાત્કાલિક કાવેરી અભિયાન હાથ ધર્યું હતું. તેમજ અનેક ભારતીયોને સુદાનમાંથી સહીસલામત બહાર કાઢ્યાં હતા અને પરત ભારત લાવીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ ઉપરાંત કોરોના મહામારી વખતે પોતાના દેશમાં બનાવેલી કોવિડ-19 રસી પડોશી દેશો ઉપરાંત દુનિયાના અનેક દેશોને પહોંચી હતી.