- અમેરિકાએ ભારતીયોના વિઝાની અરજીઓ સ્વિકારી
- વિદેશમંત્રીએ ઉઠાવ્યો હતો મુદ્દો
- 1 લાખ જેટલી અરજીનો અમેરિકી દુતાવાસે કર્યો સ્વિકાર
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ અનેક રુકાવટ આવી હતી ખાસ કરીને અમેરિકા જવા માંગતા લોકો માટે લાંબી રાહ જોવાનો વાર ોાવ્યો છે, છેલ્લા ઘણા સમયથી લાખો અરજીો પન્ડિંગ પડી છે ત્યારે આ મામલે વિદેશમંત્રી એસ જયંકરે તાજેતરમાં અમેરિકી દુતાવાસ સામે મુદ્દો ઉઠાવ્યો હતો જો કે હવે આ મામલે અમેરિકા એક્શન મોડમાં આવ્યું છે.
જાણકારી પ્રમાણે અમેરિકન એમ્બેસીએ અમેરિકામાં કામ કરતા ભારતીયોને મોટી રાહત આપી છે. ભારતમાં યુએસ એમ્બેસીએ વિતેલા દિવસને શુક્રવારના રોજ H અને L વર્કર વિઝા શ્રેણીઓ અને તેમના પરિવારના સભ્યો માટે એક લાખથી વધુ એપોઇન્ટમેન્ટનો સ્વીકાર કર્યો છે. યુએસ એમ્બેસીએ ટ્વીટ કરીને આ મામલે માહિતી શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા મહિને વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે વિઝામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યાર બાદ તેમણે તેનું વહેલું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
ત્યારે હવે આ બબાતે ભારતમાં યુએસ એમ્બેસીએ ટ્વિટ કર્યું છે કે રોજગાર આધારિત વિઝાની ઉચ્ચ માંગને ધ્યાનમાં રાખીને, ભારતમાં યુએસ મિશનએ H&L કામદારો અને તેમના પરિવારો માટે 1 લાખથી વધુ લોકોને એપોઇન્ટમેન્ટ્સ આપી છે.
યુએસ એમ્બેસીએ વધુમાં જણાવ્યું હતું કે યુએસ એમ્બેસીએ 2022 ના પ્રથમ નવ મહિનામાં 1 લાખ 60 હજારથી વધુ H&L વિઝાની પ્રક્રિયા કરી છે અને અમે સંસાધન તરીકે વિઝા એપોઇન્ટમેન્ટ માટે H&L કામદારોને પ્રાથમિકતા આપવાનું શરુ રાખીશું, ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદથી અનેક દેશોના પ્રતિબંધને લઈને લાખો વિઝાની અરજીઓ આમ જ પડી હતી, હાલ પણ લાખો અરજીઓ પડી છે ત્યારે ભારત દ્રારા ઉઠાવેલા મુદ્દા બાદ 1 લાખ અરજીઓનો સ્વિકાર કરવામાં આવ્યો છે.